વાશુ ભગનાની હાલમાં લંડનની એક હૉસ્પિટલમાં દાખલ છે
વાશુ ભગનાની
બૉલીવુડના જાણીતા પ્રોડ્યુસર વાશુ ભગનાનીની તબિયત લથડી છે. તેઓ હાલમાં લંડનમાં છે અને તેમને ત્યાંની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં ૨૮ સપ્ટેમ્બરે મુંબઈના ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે વાશુ ભગનાની અને તેમની પુત્રવધૂ રકુલ પ્રીત સિંહ સાથે જોડાયેલાં ૧૨ સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા હતા.
તપાસ-અધિકારીઓનું માનવું છે કે ફિલ્મ-પ્રોજેક્ટ્સને ફાઇનૅન્સ કરવાના નામે કથિત રીતે વિદેશમાં નાણાં મોકલવામાં આવી રહ્યાં હતાં, પણ આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. આવકવેરા વિભાગનું આ સર્ચ-ઑપરેશન કરચોરી અને મની-લૉન્ડરિંગના મામલે કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે વાશુ ભગવાનીની તબિયત કથળી હોવાના રિપોર્ટ છે.
ADVERTISEMENT
વાશુ ભગનાની હાલમાં લંડનની એક હૉસ્પિટલમાં દાખલ છે, પણ તેમની તબિયત અંગે અત્યારે વધારે માહિતી સામે આવી નથી. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાનું કારણ શું છે એ પણ સ્પષ્ટ થયું નથી.
