Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Entertainment Update : સોશ્યલ મીડિયામાં છવાઈ ગઈ અસિનની લાડકી અરિન

Entertainment Update : સોશ્યલ મીડિયામાં છવાઈ ગઈ અસિનની લાડકી અરિન

Published : 28 August, 2026 11:54 AM | Modified : 28 August, 2026 12:33 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મી દુનિયાથી દૂર રહેલી ઍક્ટ્રેસ અસિને દીકરી અરિનના ઓણમ સેલિબ્રેશનની સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. સાઉથ ઇન્ડિયન લુકમાં અરિનના ક્યૂટ અંદાજે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

સોશ્યલ મીડિયામાં છવાઈ ગઈ અસિનની લાડકી અરિન

સોશ્યલ મીડિયામાં છવાઈ ગઈ અસિનની લાડકી અરિન


ઍક્ટ્રેસ અસિન ફિલ્મી પડદાથી દૂર છે. લગ્ન બાદ તેણે સંપૂર્ણપણે ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધી છે. જોકે હવે ઘણાં વર્ષો બાદ તે પોતાની દીકરીના કારણે સોશ્યલ મીડિયા પર છવાઈ ગઈ છે. હાલમાં અસિને સોશ્યલ મીડિયા પર તેની ૮ વર્ષની દીકરી અરિનની ઓણમના સેલિબ્રેશનની તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં અરિન ફૂલોની સાથે રમતી અને ફૂલોની રંગોળી બનાવતી જોવા મળે છે. તસવીરોમાં અરિને સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ અપનાવી છે. તેણે ઑરેન્જ રંગનાં લેહંગા-ચોળી પહેર્યાં છે. હાથમાં બંગડીઓ, કપાળ પર બિંદી અને ચહેરા પર માસૂમ સ્મિત તેની સુંદરતામાં વધારો કરી રહ્યાં છે. આ તસવીરોમાં સુંદરતા અને નિર્દોષતાને કારણે અરિન છવાઈ ગઈ હતી. અસિને ૨૦૧૬માં માઇક્રોમૅક્સ નામની મોબાઇલ બ્રૅન્ડના કો-ફાઉન્ડર રાહુલ શર્મા સાથે લગ્ન કર્યાં હતાં.

પ્રિયંકા ચોપડા હવે નહીં બની શકે ઑરલૅન્ડો બ્લૂમની હિરોઇન



બૉલીવુડ અને હૉલીવુડ બન્નેમાં સતત વ્યસ્ત રહેતી પ્રિયંકા ચોપડા હાલમાં હૉલીવુડ ફિલ્મ ‘રીસેટ’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એ પહેલાં જ ઍક્ટર ઑરલૅન્ડો બ્લૂમે આ પ્રોજેક્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આના કારણે હવે મેકર્સ નવા લીડ હીરોની શોધમાં લાગી ગયા છે.
 ‘રીસેટ’ એક સર્વાઇવલ થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં પ્રિયંકાની સામે લીડ ઍક્ટર તરીકે ઑરલૅન્ડો બ્લૂમને કાસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે હવે તેણે ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કર્યો છે જેના કારણે નવા હીરોની શોધ ચાલી રહી છે. હાલ સુધી એ સ્પષ્ટ થયું નથી કે ઑરલૅન્ડો બ્લૂમે આ ફિલ્મ કેમ છોડી છે પણ હવે પ્રિયંકા અને તેની જોડી નહીં જોવા મળે.


પૈચાન કૌન?

એક સમય એવો હતો જ્યારે ઍક્ટર હરમન બાવેજાની સરખામણી સીધી હૃતિક રોશન સાથે થતી હતી. હરમનની ફિટનેસ અને પર્સનાલિટીના કારણે તેની ગણતરી બૉલીવુડના આગામી સ્ટાર તરીકે થતી હતી. હવે વર્ષો બાદ તેના બદલાયેલા લુકે ફૅન્સને ચોંકાવી દીધા છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં હરમનને પહેલી નજરે ઓળખવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે અને તેનું વધેલું વજન અને સંપૂર્ણ બદલાયેલો દેખાવ ચર્ચાનો વિષય બન્યો છે.
હરમન બાવેજાએ પોતાના અભિનયની શરૂઆત પ્રિયંકા ચોપડા સાથેની મોટા બજેટની સાયન્સ-ફિક્શન ફિલ્મ ‘લવ સ્ટોરી 2050’થી કરી હતી પણ આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર નિષ્ફળ રહી. આ પછી પણ તેની ફિલ્મોને ખાસ સફળતા નહોતી મળી.


પૈચાન કૌન?

૨૦૦૨માં વિક્રમ ભટ્ટના નિર્દેશનમાં બનેલી હૉરર-સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘રાઝ’માં ખૂબસૂરત ભૂત બનેલી માલિની શર્માએ આ ફિલ્મ પહેલાં મૉડલિંગના ફીલ્ડમાં સારું એવું કામ કર્યુ હતું. બિપાશા બાસુ અને ડિનો મોરિયાની ‘રાઝ’માં  માલિનીએ તેની ઍક્ટિંગ અને સ્ક્રીન-પ્રેઝન્સથી દર્શકો પર ઊંડી છાપ છોડી હતી. ફિલ્મ ‘રાઝ’ની મોટી સફળતા બાદ તેણે કૅમેરાની પાછળની દુનિયામાં રસ લેવાનું શરૂ કર્યું હતું. આ પછી 
ધીમે-ધીમે તે બૉલીવુડથી દૂર થઈ ગઈ હતી. લાંબો સમય કૅમેરાથી દૂર રહ્યા બાદ માલિનીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી પોતાના ચાહકો સાથે ફરી સંપર્ક સાધ્યો છે. તેણે ‘ધ સ્લો લોકલ ડાયરીઝ’ નામની ડિજિટલ સિરીઝ શરૂ કરી છે, જેમાં તે પોતાના ફાર્મસ્ટેના દૈનિક જીવન અને કુદરત સાથે જોડાયેલા અનુભવો શૅર કરે છે. ૨૩ વર્ષ બાદ કૅમેરા સામે આવેલી માલિનીનો અત્યારનો લુક સાવ જ અલગ છે.

Whatsapp-channel Whatsapp-channel

28 August, 2026 12:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK