પાલઘરમાં બાવીસ મહિલાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો
પ્રતીકાત્મક તસવીર
પાલઘરના મોખાડા પોલીસ-સ્ટેશનમાં હિન્દુ ભગવાનોને અપશબ્દો કહીને તેમનું અપમાન કરવા બદલ તથા હિન્દુઓને ધર્મ-પરિવર્તન કરવા માટે મજબૂર કરવા બદલ બાવીસ ખ્રિસ્તી મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. કેસમાં જણાવાયા મુજબ બધી જ આરોપી મહિલાઓએ હિન્દુ ભગવાનો અને દેવી-દેવતાઓ વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાનો પ્રયત્ન કર્યો હતો.
સત્યવતી અને કુસુમ નામની બે મહિલા આ મામલે સૌથી પ્રાથમિક આરોપી હોવાનું જાણવા મળ્યું છે. આ કેસ ૧૮ વર્ષની ટીનેજર દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. તેણે કરેલી ફરિયાદ મુજબ આરોપીઓએ તેના ઘરે આવીને તેને અમુક પુસ્તકો આપ્યાં હતાં અને તેને મજબૂર કરી હતી કે તે પોતાનાં દેવી-દેવતીઓને ત્યાગીને અન્યોમાં શ્રદ્ધા રાખે.
આ દરમ્યાન તેમણે હિન્દુ અને અન્ય ધર્મોનાં દેવી-દેવતાઓને પણ અપશબ્દો કહ્યા હોવાનું જાણવા મ્ળ્યું હતું. એને પગલે લાગણીઓ દુભાવાથી ટીનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
