મિલિન્દે આ પડકારજનક અંતર કાપીને સાબિત કર્યું હતું કે આ ઉંમરે પણ તે સુપરફિટ છે
મિલિન્દ સોમણ
ફિટનેસ આઇકૉન મિલિન્દ સોમણે પહેલી મેએ યુરોપથી આફ્રિકા સુધીની જિબ્રાલ્ટરની સામુદ્રધુની તરીને પાર કરીને એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. ૬૦ વર્ષની વયે પણ મિલિન્દે આ પડકારજનક અંતર કાપીને સાબિત કર્યું હતું કે આ ઉંમરે પણ તે સુપરફિટ છે. આ માટે તેણે સ્પેનના તારીફાથી મોરોક્કોના દરિયાકાંઠા સુધીનું અંદાજે ૧૫ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આ રૂટ એની પ્રતિકૂળ પરિસ્થિતિઓ, મજબૂત પ્રવાહો અને ઠંડા પાણી માટે જાણીતો છે, આમ છતાં મિલિન્દે તરીને આ રૂટ પાર કર્યો હતો.
