Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આવારાપન 2 બની ઇમરાન હાશ્મીની કરીઅરની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ

આવારાપન 2 બની ઇમરાન હાશ્મીની કરીઅરની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ

Published : 18 August, 2026 10:04 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇમરાન હાશ્મીની ‘આવારાપન 2’એ બૉક્સ-ઑફિસ પર શાનદાર કમાણી કરીને તેની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મનો ખિતાબ મેળવ્યો છે. ફિલ્મે પહેલા વીક-એન્ડમાં ભારતમાં ₹૮૪.૩૧ કરોડની નેટ કમાણી કરી છે.

ઈમરાન હાશ્મી

ઈમરાન હાશ્મી


ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘આવારાપન’ વર્ષ ૨૦૦૭માં રિલીઝ થઈ હતી. બૉક્સ-ઑફિસ પર આ ફિલ્મ ખાસ સફળ નહોતી થઈ. જોકે આ ફિલ્મની સીક્વલ ‘આવારાપન 2’એ બૉક્સ-ઑફિસ પર સારો દેખાવ કર્યો છે. આ ફિલ્મ ઇમરાનની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે પહેલા વીક-એન્ડમાં ભારતમાં બૉક્સ-ઑફિસ પર નેટ ૮૪.૩૧ કરોડ રૂપિયા જેટલી કમાણી કરી છે.
અત્યાર સુધી ઇમરાનની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ‘ધ ડર્ટી પિક્ચર’નું નામ સામેલ હતું. જોકે ‘આવારાપન 2’એ માત્ર ત્રણ દિવસની કમાણીમાં ‘ધ ડર્ટી પિક્ચર’ના લાઇફટાઇમ કલેક્શનને પાછળ છોડી દીધું છે. ઇમરાનની ટોચની પાંચ કમાણી કરનારી ફિલ્મોમાં ‘ધ ડર્ટી પિકચર’ ઉપરાંત ‘બાદશાહો’, ‘રાઝ 3’, ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ’, ‘મર્ડર 2’ અને ‘જન્નત 2’નો પણ સમાવેશ થતો હતો.

૨૭ નવેમ્બરે રિલીઝ થશે ઇમરાન હાશ્મીની ગનમાસ્ટર G9



ઇમરાન હાશ્મીએ મોટા પડદા પર ધમાકેદાર કમબૅક કર્યું છે. તેની ફિલ્મ ‘આવારાપન 2’ને મળેલી સફળતા પછી હવે તેની નવી ઍક્શન થ્રિલર ફિલ્મ ‘ગનમાસ્ટર G9’ની 
રિલીઝ-ડેટ પણ જાહેર થઈ ગઈ છે. આ ફિલ્મ ૨૭ નવેમ્બરે રિલીઝ થશે. ‘ગનમાસ્ટર G9’નું ડિરેક્શન આદિત્ય દત્ત કરી રહ્યો છે. આ ફિલ્મ સાથે ઇમરાન હાશ્મી, નિર્દેશક આદિત્ય દત્ત અને સંગીતકાર હિમેશ રેશમિયાની ત્રિપુટી લગભગ બે દાયકા બાદ ફરી એકસાથે આવી રહી છે. આ પહેલાં તેમણે ‘આશિક બનાયા આપને’ અને ‘દિલ દિયા હૈ’માં સાથે કામ કર્યું હતું. ‘ગનમાસ્ટર G9’માં ઇમરાન હાશ્મી સાથે જેનિલિયા દેશમુખ અને અપારશક્તિ ખુરાના લીડ રોલમાં જોવા મળશે.


બૉક્સ-ઑફિસ પર આવારાપન 2ની કમાણી
શુક્રવાર    ૨૩.૪૦ કરોડ રૂપિયા
શનિવાર    ૩૪.૦૯ કરોડ રૂપિયા
રવિવાર    ૨૬.૮૨ કરોડ રૂપિયા


Whatsapp-channel Whatsapp-channel

18 August, 2026 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK