Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહરુખ-આમિર-સલમાનની કમ્બાઇન્ડ સંપ‌ત્તિ કરતાં પણ ડબલ ટી-સિરીઝના વડા ભૂષણ કુમારની નેટવર્થ

શાહરુખ-આમિર-સલમાનની કમ્બાઇન્ડ સંપ‌ત્તિ કરતાં પણ ડબલ ટી-સિરીઝના વડા ભૂષણ કુમારની નેટવર્થ

Published : 30 September, 2026 11:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂષણ કુમારની ટી-સિરીઝ દુનિયાની બીજી સૌથી મોટી યુટ્યુબ ચૅનલ ધરાવે છે, એના ૩૦ કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે

ભૂષણ કુમાર

ભૂષણ કુમાર


હાલમાં હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના સૌથી અમીર લોકોની સંપત્તિની વિગતો રજૂ કરવામાં આવી છે. ટી-સિરીઝના વડા ભૂષણ કુમાર આ યાદીમાં ૮૭મા સ્થાને છે અને તેમની નેટવર્થ આશરે ૩૬,૩૦૦ કરોડ રૂપિયા એટલે કે લગભગ ૩.૮ બિલ્યન ડૉલર હોવાનું જણાવાયું છે. તેમની સંપત્તિ કેટલાક મોટા ભારતીય ઉદ્યોગપતિઓ કરતાં પણ વધુ છે. 
આ યાદીમાં બૉલીવુડના સૌથી વધુ સંપત્તિ ધરાવતા અભિનેતા શાહરુખ ખાનની નેટવર્થ આશરે ૯૫૦૦ કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે. આ યાદીમાં આપેલી માહિતી પ્રમાણે શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનની સંયુક્ત સંપત્તિ આશરે ૧૫,૦૦૦ કરોડ રૂપિયા છે જે ભૂષણ કુમારે ટી-સિરીઝ દ્વારા ઊભી કરેલી સંપત્તિના અડધા કરતાં પણ ઓછી છે.

ભૂષણ કુમારની ટી-સિરીઝ દુનિયાની બીજી સૌથી મોટી યુટ્યુબ ચૅનલ ધરાવે છે, એના ૩૦ કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. આ વર્ષના ઑગસ્ટ સુધીમાં ૩૫૩ અબજથી વધુ વ્યુઝ સાથે ટી-સિરીઝ દુનિયાની સૌથી વધુ જોવાયેલી યુટ્યુબ ચૅનલ હોવાની માહિતી મળી છે. ભારતીય મ્યુઝિક-ક્ષેત્રમાં પણ ટી-સિરીઝનું મોટું વર્ચસ્વ છે. રેકૉર્ડ લેબલ તરીકે ટી-સિરીઝ ભારતીય મ્યુઝિક-માર્કેટમાં આશરે ૩૫ ટકા હિસ્સો ધરાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2026 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK