સૈયારાના સ્ટારની આગામી ઍક્શન ફિલ્મમાં જોવા મળશે આ અનોખી ટક્કર
બૉબી દેઓલ, અહાન પાંડે
બૉબી દેઓલે ફિલ્મ ‘ઍનિમલ’થી ધમાકેદાર કમબૅક કર્યું હતું અને આ પછી આર્યન ખાનની ડિરેક્ટર તરીકેની ડેબ્યુ સિરીઝ ‘The Ba***ds of Bollywood’માં તેની ઍક્ટિંગે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. હવે રિપોર્ટ અનુસાર ‘સૈયારા’ના સ્ટાર અહાન પાંડેની નેક્સ્ટ ઍક્શન ફિલ્મમાં બૉબીને સાઇન કરવામાં આવ્યો છે અને આ ફિલ્મમાં અહાન અને બૉબીની ટક્કર જોવા મળશે. યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મને અલી અબ્બાસ ઝફર ડિરેક્ટ કરી રહ્યો છે અને એમાં બૉબીને નેગેટિવ શેડ્સ ધરાવતા એક મજબૂત પાત્ર માટે સાઇન કરવામાં આવ્યો છે.


