ઉર્વશીએ રેડ કાર્પેટ પર મલ્ટિકલર ગાઉન પહેરવાનું પસંદ કર્યું હતું
કાન ફેસ્ટિવલમાં ઉર્વશી રાઉતેલા
ફ્રાન્સમાં ફ્રેન્ચ રિવેરા ખાતે ૭૮મો કાન ફિલ્મ ફેસ્ટિવલ ૧૩ મેથી શરૂ થયો છે જે ૨૪ મે સુધી ચાલશે. આ ફેસ્ટિવલના પહેલા દિવસે ૧૩ મેએ ઉર્વશી રાઉતેલાએ વિશ્વભરના ઘણા પ્રખ્યાત લોકો સાથે રેડ કાર્પેટ પર વૉક કર્યો હતો. ઉર્વશીએ રેડ કાર્પેટ પર મલ્ટિકલર ગાઉન પહેરવાનું પસંદ કર્યું હતું. તેણે આ ગાઉન સાથે ડાયમન્ડ ક્રાઉન અને પોપટની ડિઝાઇનવાળા ક્લચ પહેરીને લુક કમ્પ્લીટ કર્યો હતો. ઉર્વશીએ ફૅશન-ડિઝાઇનર જુડિથ લીબરે બનાવેલું આશરે સાડાચાર લાખ રૂપિયાનું ક્રિસ્ટલ પૅરટ ક્લચ હાથમાં રાખ્યું હતું અને એણે બધાનું પોતાની તરફ ધ્યાન ખેંચ્યું હતું. આ આઉટફિટ સાથે તેણે હેવી ઇઅરરિંગ્સ મૅચ કર્યાં હતાં. સાથે જ મૅચિંગ ટિયારા પણ પહેર્યું હતું. ઉર્વશીએ કર્લી હેરલુક અને હેવી આઇ મેકઅપ ટ્રાય કર્યો હતો. જોકે ઘણા લોકોને ઉર્વશીનો આ રેડ કાર્પેટ લુક ગમ્યો નથી અને તેઓ તેના લુકની મજાક ઉડાડી રહ્યા છે.

