BSF Constable Returns to India from Pakistan: આ સમયગાળા દરમિયાન, પાકિસ્તાનીઓએ તેમના પર અનેક પ્રકારના અત્યાચારો કર્યા અને તેમને ખૂબ ત્રાસ આપ્યો. પાકિસ્તાનીઓએ તેમને સૂવા પણ ન દીધા અને તેમની સાથે દુર્વ્યવહાર પણ કર્યો.
પૂર્ણમ કુમાર શૉ (તસવીર સૌજન્ય: એજન્સી)
૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના એક દિવસ પછી, ૨૩ એપ્રિલ, ૨૦૨૫ના રોજ, પાકિસ્તાન દ્વારા બીએસએફ જવાન પૂર્ણમ કુમાર શૉને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેમને ૧૪ મે, ૨૦૨૫ના રોજ મુક્ત કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, પાકિસ્તાનીઓએ તેમના પર અનેક પ્રકારના અત્યાચારો કર્યા અને તેમને ખૂબ ત્રાસ આપ્યો. પાકિસ્તાનીઓએ તેમને સૂવા પણ ન દીધા અને તેમની સાથે દુર્વ્યવહાર પણ કર્યો.
અહેવાલ મુજબ, પૂર્ણમ શૉની આંખો પર પટ્ટી બાંધેલી હતી. તેઓ તેને જ્યાં પણ લઈ જતા, તેની આંખો પર હંમેશા પટ્ટી બાંધવામાં આવતી. જો કે, શૉ પર શારીરિક ત્રાસ ગુજારવામાં આવ્યો ન હતો, પરંતુ તેમને સરહદ પર BSFની તૈનાતી અંગે પૂછપરછ કરવામાં આવી હતી. પાકિસ્તાને તેમને બ્રશ કરવાની પણ મંજૂરી નહોતી આપી. 23 એપ્રિલના રોજ ફિરોઝપુર સેક્ટરમાં ફરજ પર હતા ત્યારે BSF જવાન પૂર્ણમ કુમાર શૉ ભૂલથી પાકિસ્તાની વિસ્તારમાં પ્રવેશી ગયા હતો, જેના કારણે પાકિસ્તાન રેન્જર્સે તેમની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
ત્રણ અજાણ્યા સ્થળોએ લઈ જવામાં આવ્યા
૨૪મી બીએસએફ બટાલિયનના સૈનિક પૂર્ણમને કેદ દરમિયાન પાકિસ્તાનમાં ત્રણ અજ્ઞાત સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા. આમાંની એક જગ્યા એરબેઝની નજીક હતી જ્યાંથી તેમને વિમાનોના અવાજો સંભળાતા હતા. આ સમય દરમિયાન સૈનિકની આંખો પર પટ્ટી બાંધેલી હતી. એક સમયે, તેમને જેલની કોટડીમાં પણ રાખવામાં આવ્યા હતા.
પાકિસ્તાનીઓએ આર્મી ડ્રેસ નહોતો પહેર્યો
પૂર્ણમની પૂછપરછ કરી રહેલા પાકિસ્તાનીઓ સાદા ડ્રેસમાં હતા. આ દરમિયાન, તેમને BSF ની તૈનાતી અંગે પૂછપરછ કરવામાં આવી હતી અને આંતરરાષ્ટ્રીય સરહદ પર તૈનાત વરિષ્ઠ અધિકારીઓ વિશે પણ માહિતી માગવામાં આવી હતી. BSF જવાન પર તેમની સંપર્ક વિગતો આપવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હતું. જો કે, BSF પ્રોટોકોલ મુજબ ધરપકડ સમયે શૉ પાસે મોબાઇલ ફોન ન હોવાથી, તે નંબર આપી શક્યો નહીં. અટારી-વાઘા બોર્ડર પર BSF જવાનને ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યા બાદ શૉને તેના પરિવાર સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
ભારત આવ્યા બાદ પૂર્ણમની પૂછપરછ કરવામાં આવી
ભારત આવ્યા પછી, તેમની ઔપચારિક પૂછપરછ કરવામાં આવી અને તબીબી તપાસ બાદ જાણવા મળ્યું કે તેમની શારીરિક અને માનસિક સ્થિતિ સ્થિર છે. પ્રોટોકોલ મુજબ, પાકિસ્તાની કસ્ટડીમાં તેમણે પહેરેલા કપડાંની તપાસ કરવામાં આવી અને ત્યારેબદ તે કપડાંને ઉતારી લેવામાં આવ્યા. પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના રહેવાસી પીકે શૉ, બીએસએફના કિસાન ગાર્ડનો ભાગ હતા, જે ભારતીય ખેડૂતોની સુરક્ષા માટે તૈનાત હોય છે.
ભારત પરત ફર્યા પછી, શૉએ તેમની પત્ની સાથે વીડિયો કૉલ દ્વારા વાત કરી. "આજે હું ખૂબ ખુશ છું. સવારે અમને એક અધિકારીનો ફોન આવ્યો... મારા પતિએ મને વીડિયો કૉલ પણ કર્યો. તેઓ શારીરિક રીતે સ્વસ્થ છે. તેમણે મને કહ્યું કે ચિંતા ન કરો, તેઓ ઠીક છે, અને તેઓ મને બપોરે 3 વાગ્યે ફોન કરશે... મેં 3-4 દિવસ પહેલા મુખ્યમંત્રી સાથે વાત કરી હતી, તેમણે મને કહ્યું હતું કે ચિંતા ન કરો અને મારા પતિ આ અઠવાડિયે પાછા આવશે. તે પણ BSF અધિકારીઓ સાથે વાત કરી રહી હતી," BSF જવાનની પત્નીએ જણાવ્યું હતું.

