Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફ્રાન્સમાં ભારતીય ઍક્ટ્રેસનો ઘૂંઘટવિરોધ બન્યો ચર્ચાસ્પદ

ફ્રાન્સમાં ભારતીય ઍક્ટ્રેસનો ઘૂંઘટવિરોધ બન્યો ચર્ચાસ્પદ

Published : 20 May, 2026 07:06 AM | IST | France
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રુચિ ગુજ્જરે ગયા વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરવાળો ગળાનો હાર પહેર્યો હતો. આ હાર પહેર્યા પછી તે વાઇરલ થઈ હતી.

ઍક્ટ્રેસ રુચિ ગુજ્જર

ઍક્ટ્રેસ રુચિ ગુજ્જર


ફ્રાન્સના વિશ્વવિખ્યાત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બૉલીવુડની રાજસ્થાની ઍક્ટ્રેસ રુચિ ગુજ્જરે પોતાના ભારતીય પોશાકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આટલા મોટા સ્ટેજ પર તે ઘાઘરાચોલી અને ઘૂંઘટ ધરાવતો ડ્રેસ પહેરીને રેડ કાર્પેટ પર પહોંચી હતી. રાજસ્થાનની પરંપરાઓ અને સંસ્કૃતિથી પ્રેરિત તેનો પોશાક સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. 

ગુલાબી ઘાઘરાચોલી અને ઘૂંઘટના અદ્ભુત દેખાવ સાથે રુચિએ મહિલાઓની સ્વતંત્રતા, ઓળખ અને સામાજિક પરિવર્તન માટે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. આ દેખાવ દ્વારા રુચિ ગુજ્જરે ઘૂંઘટની પ્રથા સામે પોતાનો અવાજ ઉઠાવ્યો છે અને રાજસ્થાનની હસ્તકલા અને સંસ્કૃતિની પણ ઉજવણી કરી છે.



કાન ફિલ્મ ફેસ્ટિવલના મંચ પરથી રુચિએ એક ખાસ સંદેશ આપતાં કહ્યું હતું કે ‘મેં ચૂપ રહેવા માટે ઘૂંઘટ નથી પહેર્યો. મેં વિરોધ તરીકે એ પહેર્યો હતો. એક મહિલાની ઓળખ છુપાવીને તેનું સન્માન મેળવી શકાતું નથી. જો મારું ચાલવું એક પણ મહિલાનું જીવન બદલી શકે છે તો મારો હેતુ સફળ થશે.’


રુચિ ગુજ્જરે ગયા વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરવાળો ગળાનો હાર પહેર્યો હતો. આ હાર પહેર્યા પછી તે વાઇરલ થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

20 May, 2026 07:06 AM IST | France | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK