Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિકી કૌશલ ધારે તો ઈંટ પણ ખાઈને એને પચાવી શકે અને રણવીર સિંહને નટેલા બહુ જ ભાવે છે

વિકી કૌશલ ધારે તો ઈંટ પણ ખાઈને એને પચાવી શકે અને રણવીર સિંહને નટેલા બહુ જ ભાવે છે

Published : 20 April, 2026 11:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધુરંધર : ધ રિવેન્જમાં રિઝવાનના પાત્રથી પ્રસિદ્ધિ પામેલા સેલિબ્રિટી ફિટનેસ-ટ્રેઇનર મુસ્તફા અહમદે શૅર કર્યાં હતાં સ્ટાર્સનાં સીક્રેટ

સેલિબ્રિટી ફિટનેસ-ટ્રેઇનર મુસ્તફા અહમદ એક્ટર વિકી કૌશલ સાથે

સેલિબ્રિટી ફિટનેસ-ટ્રેઇનર મુસ્તફા અહમદ એક્ટર વિકી કૌશલ સાથે


‘ધુરંધર : ધ રિવેન્જ’માં રિઝવાનના પાત્રથી પ્રસિદ્ધિ પામેલો મુસ્તફા અહમદ માત્ર અભિનેતા જ નથી, સેલિબ્રિટી ફિટનેસ-ટ્રેઇનર પણ છે. હાલમાં તેણે સેલિબ્રિટીઝ સાથેના પોતાના અનુભવ વિશે વાત કરી અને તેમની ખાવા-પીવાની આદતો વિશે પણ જણાવ્યું. મુસ્તફા અહમદે કહ્યું કે તેણે જે સ્ટાર્સને ટ્રેઇન કર્યા છે એ બધા જ ખાવાના ખૂબ શોખીન છે.

પોતાના સ્ટાર્સ સાથેના અનુભવ વિશે જણાવતાં મુસ્તફા અહમદે કહ્યું કે ‘મેં હૃતિક રોશનને ઘીવાળી ૧૩-૧૪ રોટલીઓ ખાતો જોયો છે અને તેણે ખાવાનું ત્યારે જ બંધ કર્યું જ્યારે આગલી રોટલી આવવામાં વાર લાગી. તે સાચા અર્થમાં ખાવાનો શોખીન છે. વિકી કૌશલનું મેટાબોલિઝમ ગજબનું છે. વિકી કૌશલ ધારે તો ઈંટ પણ ખાઈને એને પચાવી શકે. મને ખબર નથી કે તેનું મેટાબોલિઝમ કેવું છે. તેનું વજન વધારવું કે મસલ્સ બનાવવા ખૂબ મુશ્કેલ છે. યામી ગૌતમને ચા અને ઘરનું ભોજન ખૂબ ગમે છે. રણવીર સિંહને નટેલા બહુ ભાવે છે અને તે સૂંઘી-સૂંઘીને નટેલા સુધી પહોંચી શકે છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2026 11:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK