સેલિના જેટલી હાલમાં ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનાં દર્શન માટે પહોંચી હતી
અભિનેત્રીએ શેર કરેલી તસવીરો
સેલિના જેટલી હાલમાં ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનાં દર્શન માટે પહોંચી હતી. અભિનેત્રીએ પોતાના આધ્યાત્મિક અનુભવ વિશે સોશ્યલ મીડિયા પર એક ભાવુક નોંધ શૅર કરી છે. સોશ્યલ મીડિયામાં મંદિરની તસવીરો શૅર કરતાં સેલિનાએ લખ્યું હતું કે ‘કેટલીક જગ્યાઓ એવી હોય છે જ્યાં તમે માત્ર મુલાકાત લો છો, જ્યારે કેટલીક જગ્યાઓ તમારા આત્માને હંમેશાં માટે સ્પર્શી જાય છે. આજે મને ઉજ્જૈનના પવિત્ર મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં પ્રાર્થના કરવાનો દૈવી આશીર્વાદ મળ્યો. આ ભગવાન શિવના બાર પૂજનીય જ્યોતિર્લિંગોમાંનું એક છે. સમયના સ્વામી સમક્ષ ઊભા રહીએ ત્યારે સમજાય છે કે જીવન કેટલું ક્ષણભંગુર છે અને દૈવી શક્તિ કેટલી શાશ્વત છે. જીવનના પડકારો વચ્ચે આ મંદિર સમર્પણ, શક્તિ અને શાંતિની ઊંડી અનુભૂતિ કરાવે છે. અહીં માત્ર પ્રવાસી તરીકે નહીં પરંતુ એક શોધક તરીકે આવો. પ્રાચીન આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કરો, હજારો શ્રદ્ધાળુઓની ભક્તિ જુઓ અને ઉજ્જૈનની આધ્યાત્મિક ધડકનને અનુભવો. મહાકાલ સૌને હિંમત, જ્ઞાન, સુરક્ષા અને આંતરિક શાંતિ આપે. હર હર મહાદેવ.’
