Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આરે કૉલોનીમાં રીડેવલપમેન્ટ માટે અપાયેલી ૩૩.૬ એકર જગ્યાની પરવાનગી રદ

આરે કૉલોનીમાં રીડેવલપમેન્ટ માટે અપાયેલી ૩૩.૬ એકર જગ્યાની પરવાનગી રદ

Published : 10 June, 2026 09:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BMC ઉપરાંત ભારત સરકારના પર્યાવરણ ખાતાએ ૨૦૧૬ની પાંચમી ડિસેમ્બરે આરે કૉલોનીને પર્યાવરણની દૃષ્ટ‌િએ સંવેદનશીલ વિસ્તાર જાહેર કર્યો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આરે મિલ્ક કૉલોનીમાં ઝૂંપડપટ્ટી તોડી પાડવામાં આવી હતી અને એના રીડેવલપમેન્ટ માટે આરે કૉલોનીમાં ૩૩.૬ એકર જમીન આપવાનો નિર્ણય ૨૦ વર્ષ પૂર્વે ૨૦૦૬ની ૨૮ જૂને ગવર્નમેન્ટ રેઝલ્યુશન (GR) બહાર પાડીને અપાયો હતો. જોકે આ નિર્ણયને સરકારે હવે સત્તાવાર રીતે રદ કર્યો છે.

આરે કૉલોની પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ છે અને BMCએ એને ગ્રીન ઝોનમાં સામેલ કરી હોવાથી અહીં કોઈ પણ પ્રકારના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ કે નવા બાંધકામના પ્રોજેક્ટ હાથ ધરી ન શકાય એમ કહીને સરકારે ૨૦ વર્ષ જૂનો GR રદ કર્યો છે.



આરે ૨૦૧૬માં ગ્રીન ઝોન જાહેર થયો હતો


BMC ઉપરાંત ભારત સરકારના પર્યાવરણ ખાતાએ ૨૦૧૬ની પાંચમી ડિસેમ્બરે આરે કૉલોનીને પર્યાવરણની દૃષ્ટ‌િએ સંવેદનશીલ વિસ્તાર જાહેર કર્યો હતો. ૨૦૨૫માં અહીં રીડેવલપમેન્ટની મંજૂરી આપતા GRને પડકારતી રિટ પિટ‌િશન અને જનહિતની યાચિકા અદાલતમાં દાખલ કરવામાં આવી હતી. એની સુનાવણી દરમ્યાન કોર્ટે ૨૦૧૬માં ભારત સરકારે આ ક્ષેત્રને પર્યાવરણની દૃષ્ટ‌િએ સંવેદનશીલ જાહેર કર્યાની નોંધ લીધી હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ વાતને ધ્યાનમાં લઈને ૨૦૦૬ના GRને રદ કરવાના નિર્ણયને મંજૂરી આપી છે.


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2026 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK