Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીપિકા પાદુકોણે વ્યક્ત કરી હતી ત્રણ બાળકોની મમ્મી બનવાની ઇચ્છા

દીપિકા પાદુકોણે વ્યક્ત કરી હતી ત્રણ બાળકોની મમ્મી બનવાની ઇચ્છા

Published : 20 April, 2026 09:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દીપિકા પાદુકોણ બીજી વખત મમ્મી બનવાની છે, દીપવીરે સોશ્યલ મીડિયામાં દીકરી દુઆની તસવીર પોસ્ટ કરીને આ વાતની જાહેરાત કરી : દીપિકાની પહેલી પ્રેગ્નન્સી હતી મુશ્કેલભરી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ફરી પાછાં પેરન્ટ્સ બનવાનાં છે. ગઈ કાલે દીપિકાએ સોશ્યલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરીને સત્તાવાર રીતે આ સારા સમાચાર શૅર કર્યા છે. દીપિકાએ સોશ્યલ મીડિયામાં દીકરી દુઆની એક તસવીર પોસ્ટ કરી છે જેમાં દુઆ સફેદ બૉડીસૂટ પહેરીને પપ્પા રણવીર સિંહના ખોળામાં બેઠી છે. જોકે આ તસવીરમાં દુઆનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. તસવીરમાં દુઆના હાથમાં પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ છે, જેમાં ટેસ્ટ રિઝલ્ટ પૉઝિટિવ આવ્યું છે.

આ પોસ્ટ દ્વારા રણવીર અને દીપિકાએ કન્ફર્મ કર્યું હતું કે તેમની દીકરી દુઆને હવે ભાઈ અથવા બહેન મળવાનાં છે. દીપિકાએ પોસ્ટ સાથે નજરનું ઇમોજી પણ શૅર કર્યું છે. આ પોસ્ટ પછી દીપવીર ચાહકો સતત કમેન્ટ કરીને અભિનંદન આપી રહ્યા છે.



દીપિકા પાદુકોણે વ્યક્ત કરી હતી ત્રણ બાળકોની મમ્મી બનવાની ઇચ્છા


રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બીજા સંતાનનાં પેરન્ટ્સ બનવાનાં છે ત્યારે તેમના ફૅન્સ ખુશ છે અને તેમની પર્સનલ લાઇફની વિગતો શોધીને સોશ્યલ મીડિયામાં શૅર કરી રહ્યા છે. દીપિકા બીજી વખત પ્રેગ્નન્ટ છે ત્યારે તેનો જૂનો ઇન્ટરવ્યુ ચર્ચામાં છે જેમાં તેણે ત્રણ બાળકોની મમ્મી બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. એ સમયે દીપિકાએ કહ્યું હતું કે ‘જો હું અભિનેત્રી ન હોત તો હું શું કરતી હોત એની મને ખબર નથી. મને આશા છે કે મારી આસપાસ ત્રણ નાનાં બાળકો હોય જે ઘરમાં દોડતાં-ફરતાં હોય. એક ખુશહાલ પરિવાર હોય.’

દીપિકાની પહેલી પ્રેગ્નન્સી હતી મુશ્કેલભરી


દીપિકા પાદુકોણે ગઈ કાલે જાહેરાત કરી હતી કે હું બીજી વખત મમ્મી બનવાની છું ત્યારે દુનિયાભરમાંથી તેને અભિનંદન મળી રહ્યાં છે. જોકે આની સાથે દીપિકાનો એક જૂનો ઇન્ટરવ્યુ પણ ચર્ચામાં છે જેમાં તેણે પોતાની પહેલી પ્રેગ્નન્સી દરમ્યાન થયેલી સમસ્યા વિશે વાત કરી હતી. એ સમયે દીપિકાએ કહ્યું હતું કે ‘મારી પ્રેગ્નન્સીના છેલ્લા બે મહિના અને ડિલિવરીનો સમય મારા માટે શારીરિક અને માનસિક રીતે ખૂબ મુશ્કેલ રહ્યો હતો. મને એ સમયે બહુ તકલીફ થઈ હતી અને મારે બહુ સહન કરવું પડ્યું હતું.’

દીપિકા અને રણવીરે ૨૦૨૪ની ૨૯ ફેબ્રુઆરીએ પહેલી પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. હવે લગભગ બે વર્ષ પછી આ કપલે પોતાના જીવનના એક વધુ સુંદર અધ્યાયનું અનાઉન્સમેન્ટ કર્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

20 April, 2026 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK