ચીનની સેરેસ નામની એક કાર કંપનીએ એવું ટૉઇલેટ ડિઝાઇન કર્યું છે જે તમે કારની અંદર રહીને પણ વાપરી શકો.
આ ટૉઇલેટ સીટની પાછળ છુપાયેલું રહે છે. કંપનીએ ગયા વર્ષે આ ડિઝાઇનની પેટન્ટ ફાઇલ કરી હતી જેને હવે મંજૂરી મળી ગઈ છે.
ચીનની સેરેસ નામની એક કાર કંપનીએ એવું ટૉઇલેટ ડિઝાઇન કર્યું છે જે તમે કારની અંદર રહીને પણ વાપરી શકો. આ ટૉઇલેટ સીટની પાછળ છુપાયેલું રહે છે. કંપનીએ ગયા વર્ષે આ ડિઝાઇનની પેટન્ટ ફાઇલ કરી હતી જેને હવે મંજૂરી મળી ગઈ છે. આવા ટૉઇલેટનો હેતુ એ જ કે લાંબી યાત્રા, કૅમ્પિંગ કે કારમાં જ રહેતા લોકોની જરૂરિયાત પૂરી કરી શકાય. આ ફીચર વૉઇસ કમાન્ડથી ઍક્ટિવ થાય છે. બોલીને ચોક્કસ કમાન્ડ આપવાથી સીટ નીચેથી ટૉઇલેટ બહાર નીકળે છે. એમાં એક ટૅન્ક હોય છે જેમાં કચરો જમા થઈ જાય છે. એની અંદર હીટિંગ સિસ્ટમ છે એટલે એ યુરિનને ડ્રાય કરીને ગાયબ કરી દે છે, જ્યારે પૉટીને હીટ કરીને એને ડ્રાય કરી દે છે. એની સાથે જ ટૉઇલેટની અંદર પોર્ટેબલ એક્ઝૉસ્ટ ફૅન પણ લગાવેલો છે જે કારની બહાર ખૂલે છે.
આ પહેલાં પોલસ્ટોન નામની એક કંપની પણ પોર્ટેબલ ટૉઇલેટ બનાવી ચૂકી છે જે ફોલ્ડ કરીને કારમાં રાખી શકાય એવું છે.
