મમ્મી બન્યા પછી જાહેરમાં ભાગ્યે જ જોવા મળતી દીપિકા દુબઈના ફંક્શનમાં દેખાઈ ગજબની ખૂબસૂરત
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણે હાલમાં ડિઝાઇનર સબ્યસાચી માટે રૅમ્પવૉક કરીને ફૅન્સનાં દિલ જીતી લીધાં હતાં. હવે તેણે દુબઈમાં લક્ઝરી લાઇફસ્ટાઇલ બ્રૅન્ડ કાર્ટિએરના સિલ્વર જ્યુબિલી ફંક્શનમાં ભાગ લીધો હતો. એ ઇવેન્ટમાં દીપિકાની સુંદરતાએ કાર્યક્રમની રોનક વધારી દીધી હતી. દીપિકા ૨૦૨૨થી કાર્ટિએરની ગ્લોબલ બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર છે. આ ફંક્શનમાં દીપિકાએ કાળા રંગનું સ્ટાઇલિશ ગાઉન પહેર્યું હતું અને ગળામાં ૬૩.૭૬ કૅરૅટનો ભવ્ય નેકલેસ પહેરીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આની સાથે દીપિકાએ ડાયમન્ડ ઇઅર સ્ટડ્સ પહેર્યાં હતાં. આમ દીપિકાનો આ લુક બોલ્ડ અને એલિગન્ટ હતો.

