દીપિકા પાદુકોણે કહ્યું કે હું જે ભારતને જાણું છું એ એવું નથી જે તેઓ દેખાડે છે
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણે કોઈ ફિલ્મીપરિવારમાંથી આવ્યા વિના જ પોતાના દમ પર બૉલીવુડમાં એક અનોખી ઓળખ બનાવી છે. હવે દીપિકા પોતાના નિયમો અને શરતો પર કામ કરે છે. હાલમાં દીપિકાએ દિવસના માત્ર ૮ કલાક કામ કરવાની તેની માગને કારણે ઘણી મોટી ફિલ્મો છોડી દીધી, પરંતુ આ મામલે કોઈ સમાધાન નથી કર્યું. હવે દીપિકાએ પોતાની હૉલીવુડ-કરીઅર વિશે પણ મોટું નિવેદન આપ્યું છે. તેણે સ્પષ્ટ કહ્યું કે તે હૉલીવુડમાં પણ પોતાની શરતો પર જ કામ કરશે.
હૉલીવુડમાં કામ કરવાના પોતાના અનુભવ વિશે વાત કરતાં દીપિકાએ કહ્યું હતું કે ‘વિદેશમાં આજે પણ ભારતની એક બીબાઢાળ ઇમેજ છે. હું હંમેશાં સ્પષ્ટ હતી કે મારે દુનિયાને ભારત વિશે યોગ્ય રીતે જણાવવું છે. હું જે ભારત જાણું છું એ એવું નથી જે તેઓ દેખાડે છે. હું ગ્લોબલ ઑડિયન્સ ઇચ્છે છે એવી રીતે ક્યારેય ભારતને રજૂ કરવા ઇચ્છતી નહોતી. વિદેશ-પ્રવાસ દરમ્યાન મેં ઘણી વખત નોધ્યું કે લોકો ત્યાં ભારતીયોને અલગ દૃષ્ટિકોણથી જુએ છે, પણ હું મારી શરતો પ્રમાણે જ કામ કરીશ.’


