શ્રદ્ધા કપૂર હવે ડિઝનીની ‘ઝૂટોપિયા 2’ના હિન્દી વર્ઝનમાં જુડી હૉપ્સને પોતાનો અવાજ આપશે
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂર હવે ડિઝનીની ‘ઝૂટોપિયા 2’ના હિન્દી વર્ઝનમાં જુડી હૉપ્સને પોતાનો અવાજ આપશે. જુડી હૉપ્સ આ ઍનિમેટેડ ફિલ્મનું લોકપ્રિય પાત્ર છે જે સસલું છે. હવે શ્રદ્ધા આ સુપર ક્યુટ અને એનર્જેટિક જુડી હૉપ્સને પોતાનો અવાજ આપશે.
હાલમાં ડિઝની ઇન્ડિયાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર ‘ઝૂટોપિયા 2’નું એક પોસ્ટર શૅર કર્યું છે જેમાં શ્રદ્ધા અને જુડી સાથે દેખાય છે. આ પોસ્ટમાં કૅપ્શન લખવામાં આવી છે, ‘હું ‘ઝૂટોપિયા 2’ના પરિવાર સાથે જોડાઈને ખૂબ એક્સાઇટેડ છું. હિન્દીમાં અમેઝિંગ જુડી હૉપ્સને અવાજ આપવાની છું. એ બહાદુર, ઉત્સાહી અને ક્યુટ છે... બાળપણથી જ. ૨૮ નવેમ્બરથી ‘ઝૂટોપિયા 2’ સિનેમાઘરોમાં.’


