Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભારત ભાગ્ય વિધાતા દિલ્હીમાં રિલીઝ પહેલાં જ ટૅક્સ-ફ્રી જાહેર

ભારત ભાગ્ય વિધાતા દિલ્હીમાં રિલીઝ પહેલાં જ ટૅક્સ-ફ્રી જાહેર

Published : 11 June, 2026 11:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કંગના રનૌતને લીડ રોલમાં ચમકાવતી ‘ભારત ભાગ્ય વિધાતા’ આવતી કાલે રિલીઝ થઈ જઈ રહી છે.

દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા સાથે કંગના રનૌતે સેલ્ફી લીધો હતો.

દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા સાથે કંગના રનૌતે સેલ્ફી લીધો હતો.


કંગના રનૌતને લીડ રોલમાં ચમકાવતી ‘ભારત ભાગ્ય વિધાતા’ આવતી કાલે રિલીઝ થઈ જઈ રહી છે. રિલીઝ પહેલાં કંગના વિવિધ શહેરોમાં ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ યોજી રહી છે. દિલ્હીમાં યોજાયેલા સ્ક્રીનિંગમાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ પણ હાજરી આપી હતી. આ દરમ્યાન તેમણે ફિલ્મને રિલીઝ પહેલાં જ ટૅક્સ-ફ્રી જાહેર કરી હતી. આ નિર્ણય બદલ કંગનાએ આભાર વ્યક્ત કર્યો હતો.

પોતાની આભારની લાગણી વ્યક્ત કરતાં કંગનાએ કહ્યું હતું કે ‘હું મુખ્યમંત્રીજીનો દિલથી આભાર માનું છું. તેઓ અમારા માટે ખૂબ મોટી પ્રેરણા છે. દિલ્હીમાં વિકાસની ગતિ જે રીતે વધી રહી છે 
અને શહેર સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે એ ખરેખર પ્રેરણાદાયી છે. આજે મુખ્યમંત્રીજીએ ભારતની તમામ દીકરીઓને જે રીતે પ્રોત્સાહન આપ્યું છે અને અમારી ફિલ્મને રિલીઝ પહેલાં જ દિલ્હીમાં ટૅક્સ-ફ્રી જાહેર કરી છે એના માટેની આભારની લાગણી હું શબ્દોમાં વ્યક્ત કરી શકું એમ નથી.’



દિલ્હીના સ્ક્રીનિંગ માટે પૈઠણી પહેરીને કંગના બની મરાઠી મુલગી


કંગનાએ દિલ્હીના સ્ક્રીનિંગ વખતે પરંપરાગત પૈઠણી સાડી પહેરીને મરાઠી મુલગીનો લુક અપનાવ્યો હતો. કંગનાએ સોશ્યલ મીડિયા પર પોતાના પરંપરાગત લુકની તસવીરો શૅર કરી હતી અને સાથે લખ્યું હતું કે ‘‘ભારત ભાગ્ય વિધાતા’માં એક મરાઠી મુલગીનું પાત્ર ભજવી રહી છું. દિલ્હી પ્રીમિયર માટે મારી મનપસંદ પૈઠણી પસંદ કરી.’

ભારતીય કાપડ અને સાંસ્કૃતિક વારસાની અનમોલ નિશાની ગણાતી પૈઠણી સાડી મહારાષ્ટ્રમાં સમૃદ્ધિ, ગૌરવ અને સૌંદર્યનું પ્રતીક માનવામાં આવે છે. કંગનાની સાડી ગોલ્ડન અને પીળા રંગના આકર્ષક શેડ્સમાં હતી. એની સોનેરી ઝરીવાળી કિનારીઓએ સાડીને ભવ્યતા આપી હતી જ્યારે હાથથી વણાયેલા મોર અને ફૂલોનાં મોટિફ્સે રંગીન આભા ઉમેરેલી હતી. કંગનાએ આ સાડી સાથે અડધી બાંયનું સોનેરી સિલ્ક બ્લાઉઝ પહેર્યું હતું. ગોળ ગળાવાળું અને આગળ બટનવાળું આ બ્લાઉઝ સુંદર ફિટિંગ સાથે તૈયાર કરવામાં આવ્યું હતું અને તેની બાંય પર પણ મોરનાં હૅન્ડવુવન મોટિફ્સ બનાવવામાં આવ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

11 June, 2026 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK