આજના ડિજિટલ યુગમાં સેલિબ્રિટીઝના અધિકારો માટે ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે
સોનાક્ષી સિન્હા
સોનાક્ષી સિન્હાને લઈને દિલ્હી હાઈ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ વચગાળાનો આદેશ જાહેર કર્યો છે જે આજના ડિજિટલ યુગમાં સેલિબ્રિટીઝના અધિકારો માટે ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. કોર્ટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનાં પ્લૅટફૉર્મ્સ, વેબસાઇટ્સ અને અન્ય લોકોને સોનાક્ષીની મંજૂરી વિના તેનું નામ, ચહેરો, અવાજ અથવા ફોટો ઉપયોગ કરવાની મનાઈ કરી છે.
આ કેસમાં સામે આવ્યું કે કેટલાક લોકો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી સોનાક્ષીની ડીપફેક તસવીરો અને વિડિયો બનાવી રહ્યા હતા. તેમાની ઘણી કન્ટેન્ટ અશ્લીલ અથવા અયોગ્ય હતી જે સોશ્યલ મીડિયા પર વાઇરલ કરવામાં આવી રહી હતી. કોર્ટે આને ગંભીર ગણાવીને કહ્યું કે આવી પ્રવૃત્તિઓથી અભિનેત્રીની પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન થઈ શકે છે.
ADVERTISEMENT
કોર્ટે આદેશ આપ્યો છે કે આવી આપત્તિજનક લિન્ક્સને ૩૬ કલાકની અંદર દૂર કરવામાં આવે. જો એવું નહીં કરવામાં આવે તો સંબંધિત પ્લૅટફૉર્મ્સ અને વેબસાઇટ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ આદેશ ડિજિટલ કન્ટેન્ટ પર નિયંત્રણ અને જવાબદારીને લઈને એક મોટું પગલું માનવામાં આવે છે.
