Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધમાલ 4માં AIની મદદથી મૃત્યુનાં ત્રણ વર્ષ પછી જીવતા થયા સતીશ કૌશિક

ધમાલ 4માં AIની મદદથી મૃત્યુનાં ત્રણ વર્ષ પછી જીવતા થયા સતીશ કૌશિક

Published : 11 July, 2026 10:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નિર્માતાઓના આ પ્રયાસને દર્શકો સ્વર્ગસ્થ અભિનેતા પ્રત્યેની સુંદર શ્રદ્ધાંજલિ તરીકે જોઈ રહ્યા છે અને સોશ્યલ મીડિયા પર એની ખૂબ ચર્ચા થઈ રહી છે.

ધમાલ 4માં AIની મદદથી મૃત્યુનાં ત્રણ વર્ષ પછી જીવતા થયા સતીશ કૌશિક

ધમાલ 4માં AIની મદદથી મૃત્યુનાં ત્રણ વર્ષ પછી જીવતા થયા સતીશ કૌશિક


લોકપ્રિય કૉમેડી ફ્રૅન્ચાઇઝી ‘ધમાલ’ની ચોથી ફિલ્મ ‘ધમાલ 4’ આખરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મના પહેલા જ દૃશ્યે દર્શકોને ઇમોશનલ કરી દીધા છે. આ ફિલ્મના નિર્માતાઓએ ત્રણ વર્ષ પહેલાં મૃત્યુ પામેલા દિવંગત ઍક્ટર સતીશ કૌશિકના લોકપ્રિય પાત્ર ‘બાટા ભાઈ’ને CGI (કમ્પ્યુટર જનરેટેડ ઇમેજરી) અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેક્નૉલૉજીની મદદથી ફરી મોટા પડદા પર જીવંત કર્યું છે. ‘ધમાલ 4’ની શરૂઆત એક ખાસ ઍનિમેટેડ સીક્વન્સથી થાય છે જેમાં સતીશ કૌશિકનું યાદગાર પાત્ર ‘બાટા ભાઈ’ જોવા મળે છે. સતીશ કૌશિકે આ પાત્ર ૨૦૧૧માં આવેલી ‘ડબલ ધમાલ’માં ભજવ્યું હતું અને તેમના શાનદાર કૉમિક ટાઇમિંગને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. ૨૦૨૩માં સતીશ કૌશિકના નિધન બાદ તેમના આ લોકપ્રિય પાત્રને ફરી પડદા પર લાવવું સરળ નહોતું. તેથી નિર્માતાઓએ આધુનિક ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને દર્શકોને તેમના પ્રિય કલાકારની એક ઝલક ફરીથી બતાવવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મની શરૂઆતની ક્રેડિટ્સમાં સતીશ કૌશિકની પત્ની શશી કૌશિકનો ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આથી સ્પષ્ટ થાય છે કે આ ખાસ પ્રયોગ માટે પરિવારની સંમતિ અને સહયોગ લેવામાં આવ્યાં હતાં. નિર્માતાઓના આ પ્રયાસને દર્શકો સ્વર્ગસ્થ અભિનેતા પ્રત્યેની સુંદર શ્રદ્ધાંજલિ તરીકે જોઈ રહ્યા છે અને સોશ્યલ મીડિયા પર એની ખૂબ ચર્ચા થઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2026 10:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK