ડૉક્ટરો અને નર્સો પર હુમલો કર્યા બાદ બીમાર પડી ગયેલા રમેશ મ્હાત્રે આખરે કોર્ટમાં હાજર
ગઈ કાલે પોલીસે રમેશ મ્હાત્રેને કલ્યાણ સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો હતો
ડોમ્બિવલીમાં આવેલી શાસ્ત્રીનગર મ્યુનિસિપલ હૉસ્પિટલમાં ડૉક્ટર અને નર્સ પર હુમલો કરવાના કેસના મુખ્ય આરોપી શિવસેનાના કૉર્પોરેટર રમેશ મ્હાત્રેને શુક્રવારે પોલીસ-રિમાન્ડ માટે કલ્યાણની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમને ૧૩ જુલાઈ સુધી પોલીસ-કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.
રમેશ મ્હાત્રેએ ગુરુવારે નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધરીને કોર્ટમાં હાજર થવાની ના પાડી હતી. કોર્ટે પણ વિડિયો-કૉન્ફરન્સ પર સુનાવણી કરવાની અરજી ફગાવી દીધી હતી. શુક્રવારે સવારે તેમને થાણેની સિવિલ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યાર બાદ તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
અગાઉ રમેશ મ્હાત્રેએ મહિલા ડૉક્ટર અને નર્સ પર હુમલાના તમામ દાવાઓને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે CCTV કૅમેરાના ફુટેજમાં ઍન્ગલને કારણે કશુંક અલગ દેખાઈ રહ્યું છે.
