Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધુરંધરની જપાનમાં પણ જમાવટ

ધુરંધરની જપાનમાં પણ જમાવટ

Published : 11 July, 2026 10:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉપરાંત કૅનેડા અને ઑસ્ટ્રેલિયામાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ તરીકે પણ એણે સ્થાન મેળવ્યું હતું, જ્યારે UKમાં પણ એ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ભારતીય ફિલ્મોમાં સામેલ રહી હતી.

ધુરંધર જપાનમાં

ધુરંધર જપાનમાં


રણવીર સિંહ અભિનીત અને આદિત્ય ધરના દિગ્દર્શનમાં બનેલી બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ને દેશ અને વિદેશની બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત સફળતા મળી હતી. હવે ગઈ કાલથી ફિલ્મ જપાનમાં પણ રિલીઝ થઈ ગઈ છે અને જપાનમાં પણ ફિલ્મને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જપાનમાં હિન્દી ફિલ્મોનું બજાર સતત વિસ્તરી રહ્યું છે. અગાઉ પણ અનેક ભારતીય ફિલ્મોને જપાની દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. ‘3 ઇડિયટ્સ’, ‘ઇંગ્લિશ વિંગ્લિશ’, ‘RRR’ અને ‘બાહુબલી’ જેવી ફિલ્મોએ જપાનમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. હવે ‘ધુરંધર’ પણ જપાનમાં રિલીઝ થતાં રણવીર સિંહ અને આદિત્ય ધર માટે નવા ચાહકો ઉમેરાય એવી અપેક્ષા છે. જપાનમાંથી થનારી કમાણી ફિલ્મના વૈશ્વિક બૉક્સ-ઑફિસ કલેક્શનમાં વધારો કરશે. રિપોર્ટ મુજબ ‘ધુરંધર’ ઉત્તર અમેરિકામાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની હતી. ઉપરાંત કૅનેડા અને ઑસ્ટ્રેલિયામાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ તરીકે પણ એણે સ્થાન મેળવ્યું હતું, જ્યારે UKમાં પણ એ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ભારતીય ફિલ્મોમાં સામેલ રહી હતી.


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2026 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK