Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai News: થાણેમાં પચીસ વર્ષ જૂના મકાનની ગૅલરી તૂટી પડી; ૧૨ વર્ષના બાળકનું મૃત્યુ, બે લોકો ગંભીર ઘાયલ

Mumbai News: થાણેમાં પચીસ વર્ષ જૂના મકાનની ગૅલરી તૂટી પડી; ૧૨ વર્ષના બાળકનું મૃત્યુ, બે લોકો ગંભીર ઘાયલ

Published : 11 July, 2026 10:52 AM | Modified : 11 July, 2026 11:36 AM | IST | Thane
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Mumbai News: થાણેમાં ચોમાસા દરમ્યાન પીવાનું પાણી ઉકાળીને અને ગાળીને વાપરવાની અપીલ; પવઈ નજીકથી ૮.૫ ફુટ લાંબી માદા મગર પકડાઈ અને વધુ સમાચાર

આઝાદનગરની મદ્રાસ ચાલમાં બનેલી ઘટના

આઝાદનગરની મદ્રાસ ચાલમાં બનેલી ઘટના


થાણે-વેસ્ટના બ્રહ્માંડ વિસ્તારમાં આવેલા આઝાદનગરની મદ્રાસ ચાલમાં ગઈ કાલે બપોરે ૩.૩૫ વાગ્યે પચીસ વર્ષ જૂના ગ્રાઉન્ડ પ્લસ વન માળના મકાનની ગૅલરીનો એક ભાગ અચાનક બાજુના ઘર પર તૂટી પડ્યો હતો. એ સમયે ઘરમાં સૂતેલા એક જ પરિવારના ૩ સભ્યોને ગંભીર ઈજાઓ થઈ હતી. એમાં ૧૨ વર્ષના જયકુમાર જાયસવાલને ગંભીર ઈજાઓ થતાં તેને સિવિલ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં જયકુમારની મમ્મી ઉર્મિલા જાયસવાલ અને તેનો ૯ વર્ષનો નાનો ભાઈ વિનીત પણ ગંભીર રીતે ઘાયલ થયાં છે. સુરક્ષાના ભાગરૂપે મદ્રાસ ચાલના અન્ય ૩ ઘરોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યાં છે અને જોખમી વિસ્તારમાં ડેન્જર ટેપ લગાવી દેવામાં આવી છે.

થાણેમાં ચોમાસા દરમ્યાન પીવાનું પાણી ઉકાળીને અને ગાળીને વાપરવાની અપીલ



ચોમાસાને ધ્યાનમાં રાખીને થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) દ્વારા નાગરિકો માટે એક મહત્ત્વની ઍડ્વાઇઝરી ગઈ કાલે જાહેર કરવામાં આવી હતી. ચોમાસા દરમ્યાન પાણીજન્ય રોગો ફેલાવાનું જોખમ નોંધપાત્ર રીતે વધી જતું હોવાથી તકેદારીના ભાગરૂપે નાગરિકોને પીવાનું પાણી હંમેશાં ઉકાળીને અને ગાળીને જ વાપરવાની વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત પાણીની ટાંકીઓની નિયમિત સફાઈ કરવા પણ જણાવ્યું છે. 


પવઈ નજીકથી ૮.૫ ફુટ લાંબી માદા મગર પકડાઈ

પવઈ નજીક આવેલા ભાનશિલા પાડામાંથી ગુરુવારે મોડી રાતે ૮.૫ ફુટ લાંબી માદા મગરને હેમખેમ પકડી પાડવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુરુવારે મધરાતે આશરે એક વાગ્યાની આસપાસ વાઇલ્ડલાઇફ વેલ્ફેર અસોસિએશન (WWA)ને આની માહિતી મળી હતી. વન્યજીવપ્રેમીઓ અને રેસ્ક્યુ ટીમની ભારે જહેમત બાદ વહેલી સવારે આ માદા મગરને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે ઝડપી લેવામાં આવી હતી, જેના પગલે સ્થાનિક ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2026 11:36 AM IST | Thane | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK