ફિલ્મફેરનો લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ મળ્યો ત્યારે કહ્યું કે હું ‘ફૂલ ઔર પત્થર’, ‘ચુપકે ચુપકે’, ‘સત્યકામ’, ‘પ્રતિજ્ઞા’ અને ‘શોલે’ માટે આ બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ ડિઝર્વ કરતો હતો
ધર્મેન્દ્ર
ધર્મેન્દ્રને કરીઅરમાં જબરદસ્ત સફળતા મળી હતી પણ તેમના દિલમાં એક અફસોસ હંમેશાં રહ્યો હતો કે મને જીવનમાં ક્યારેય ‘બેસ્ટ ઍક્ટર’નો અવૉર્ડ નથી મળ્યો.
ધર્મેન્દ્રએ ૧૯૬૦માં ફિલ્મ ‘દિલ ભી તેરા, હમ ભી તેરે’થી કરીઅર શરૂ કરી હતી. તેમણે પોતાની કરીઅરમાં ૩૦૦થી વધુ સુપરહિટ ફિલ્મો આપી હતી પણ પ્રશંસા મેળવવા છતાં તેમને ક્યારેય કોઈ ‘બેસ્ટ ઍક્ટર’નો અવૉર્ડ ન મળ્યો.
ADVERTISEMENT
૧૯૯૭માં જ્યારે દિલીપકુમાર અને સાયરા બાનોએ તેમને ફિલ્મફેરનો લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ આપ્યો ત્યારે સ્પીચમાં ધર્મેન્દ્રએ કહ્યું હતું, ‘મેં ૩૭ વર્ષ સુધી દર વર્ષે નવો સૂટ સીવડાવ્યો અને મૅચિંગ ટાઈ શોધી કે કદાચ આ વર્ષે અવૉર્ડ મળશે, પરંતુ મને એ ક્યારેય ન મળ્યો. એ પછી તો મેં નક્કી કર્યું હતું કે અવૉર્ડ-ફંક્શનમાં ટી-શર્ટ અને શૉર્ટ્સમાં જઈશ અથવા કચ્છામાં જઈશ.
શરૂઆતમાં અવૉર્ડ ન મળવાથી દર્દ થતું હતું, પરંતુ હવે મને લાગવા માંડ્યું કે લોકોનો પ્રેમ જ સાચો અવૉર્ડ છે. મને નથી ખબર કે કેમ અવૉર્ડ મળ્યો નહીં, પરંતુ હું ‘ફૂલ ઔર પત્થર’, ‘સત્યકામ’, ‘ચુપકે ચુપકે’, ‘પ્રતિજ્ઞા’ અને ‘શોલે’ માટે આ બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ ડિઝર્વ કરતો હતો.’
|
ધર્મેન્દ્રને મળેલા મુખ્ય અવૉર્ડ્સ |
|||
|
વર્ષ |
અવૉર્ડ |
કૅટેગરી |
ફિલ્મ |
|
૧૯૬૭ |
ફિલ્મફેર અવૉર્ડ |
બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર |
‘દિલ ને ફિર યાદ કિયા’ |
|
૧૯૯૦ |
નૅશનલ ફિલ્મ અવૉર્ડ |
સ્પેશ્યલ જ્યુરી અવૉર્ડ |
‘ઘર કી ઇઝ્ઝત’ |
|
૧૯૯૭ |
ફિલ્મફેર લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ |
||
|
૨૦૦૭ |
IIFA લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ |
||
|
૨૦૧૨ |
પદ્મભૂષણ |
||
|
૧૯૯૦ |
સ્ટાર સ્ક્રીન લાઇફટાઇમ અવૉર્ડ |
સ્ટાર સ્ક્રીન અવૉર્ડ |
|
|
૨૦૦૩ |
ઝી સિને લાઇફટાઇમ અવૉર્ડ |
ઝી સિને અવૉર્ડ |
|
|
૨૦૦૬ |
સ્ટારડસ્ટ લાઇફટાઇમ અવૉર્ડ |
સ્ટારડસ્ટ અવૉર્ડ |
|
|
૨૦૧૮ |
રાજ કપૂર લાઇફટાઇમ અવૉર્ડ |
મહારાષ્ટ્ર સરકાર તરફથી |
|
ધર્મેન્દ્રના ધમાકેદાર ડાયલૉગ્સ
મૈં એક સડક હૂં, જિસકે દોનોં તરફ બરસોં સે આંસૂ બહ રહે હૈં. - અનુપમા (૧૯૬૬)
ઇન્સાન કા દિલ બઢતા હૈ તો ઉસકા ચેહરા ખિલ ઉઠતા હૈ. - સત્યકામ (૧૯૬૯)
કુત્તે, કમીને, મૈં તેરા ખૂન પી જાઉંગા! - યાદોં કી બારાત (૧૯૭૩)
બસંતી, ઇન કુત્તોં કે સામને મત નાચના. - શોલે (૧૯૭૫)
યે દોસ્તી હમ નહીં તોડેંગે. - શોલે (૧૯૭૫)
ભાગ જાઓ યહાં સે, નહીં તો તુમ્હેં ઐસે ઉડાઉંગા જૈસે હવા મેં પત્તે ઉડતે હૈં! - શોલે (૧૯૭૫)
અગર માં કા દૂધ પિયા હૈ તો સામને આ! - શોલે (૧૯૭૫)
જબ તક હમારે હાથ મેં લાઠી હૈ, તબ તક દુશ્મન કી કિસ્મત ફટી હૈ. - ચરસ (૧૯૭૬)
બિજલી ગિરાને કો મૈં હૂં આયા. - ધરમ વીર (૧૯૭૭)
ચાહે તુમ મુઝે કભી ન મિલ પાઓ, મૈં તુમ્હારા હી રહૂંગા. - દિલ્લગી (૧૯૭૮)
મર્દ બનતે બનતે લોગોં કી ઉમ્ર નિકલ જાતી હૈ, મેં પૈદા હી મર્દ હુઆ થા. - લોહા (૧૯૮૭)


