હેમા માલિની અને સની દેઓલે કર્યો હતો વિરોધ
‘નૌકર બીવી કા’ના દૃશ્યમાં ધર્મેન્દ્ર અને અનીતા રાજ
ધર્મેન્દ્રની ગણતરી ૬૦ અને ૭૦ના દાયકાના હૅન્ડસમ ઍક્ટર તરીકે થાય છે. તેઓ જેટલા આકર્ષક લાગતા હતા એટલા જ રોમૅન્ટિક પણ હતા. તેમણે પોતાના જીવનમાં પહેલાં પ્રકાશ કૌર સાથે અને પછી હેમા માલિની સાથે એમ બે લગ્ન કર્યાં છે. એક રિપોર્ટ પ્રમાણે હેમા સાથેનાં લગ્ન પછી પણ ધર્મેન્દ્ર ૧૯૮૩માં રિલીઝ થયેલી ‘નૌકર બીવી કા’ના શૂટિંગ વખતે તેમનાથી ૨૭ વર્ષ નાની અનીતા
રાજના પ્રેમમાં પડી ગયા હતા અને તેની સાથે ત્રીજાં લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. જોકે એ સમયે હેમા માલિની અને પહેલી પત્ની પ્રકાશ સાથેના દીકરા સની દેઓલે આકરો વિરોધ નોંધાવ્યો હતો અને હેમાએ તો અનીતાથી દૂર રહેવાની અને સાથે કામ ન કરવાની કડક સૂચના આપી દીધી હતી, જેના પરિણામે આ પ્રેમપ્રકરણનો અંત આવી ગયો હતો. આ પ્રેમપ્રકરણ પછી અનીતા રાજ પણ પ્રોડ્યુસર સુનીલ હિંગોરાની સાથે લગ્ન કરીને સેટલ થઈ ગઈ હતી. ધર્મેન્દ્રની સમગ્ર કરીઅર દરમ્યાન તેમનું નામ આશા પારેખ, રાખી તેમ જ રેખા જેવી તેમની હિરોઇનો સાથે જોડાયું હતું પણ પછી આ વાત અફવા સાબિત થઈ હતી.


