તેઓ શૂટિંગ એકાદ-બે દિવસમાં શરૂ કરવાનાં છે
ધર્મેન્દ્ર
ધર્મેન્દ્ર તેમની આગામી ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’નું શૂટિંગ એકાદ-બે દિવસમાં શરૂ કરવાનાં છે. જયા બચ્ચન પણ શૂટિંગ વહેલાસર શરૂ કરે એવી શક્યતા છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને શબાના આઝમી પણ જોવા મળશે. ફિલ્મમાં ઉત્તર પ્રદેશના યુવક અને બંગાળી યુવતીની લવ સ્ટોરી જોવા મળશે. રણવીરે થોડા દિવસો અગાઉ જ બાન્દરાનાં મેહબુબ સ્ટૂડિયોમાં શૂટિંગ શરૂ કરી દીધુ છે. પવઈમાં પણ એક સેટ ઊભો કરવામાં આવ્યો છે. ત્યાં પણ આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે. મુંબઈનું શેડ્યુલ પૂરુ થયા બાદ દિલ્હીમાં શૂટિંગ શરૂ કરવામાં આવશે. 2016માં રિલીઝ થયેલી ‘અય દિલ હૈ મુશ્કિલ’ને ડિરેક્ટ કર્યા બાદ હવે કરણ જોહર આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યો છે. પાંચ વર્ષ બાદ તે ફરીથી ડિરેક્ટરની ખુરશી સંભાળી રહ્યો છે.

