આ રકમ ધુરંધરને મળેલી કિંમત કરતાં લગભગ બમણી છે
`ધુરંધર : ધ રિવેન્જ`માં રણવીર સિંહનો લૂક
બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત સફળતા મળ્યા બાદ ‘ધુરંધર’નું ૩૦ જાન્યુઆરીએ OTT પર પ્રીમિયર થયું હતું. આ ફિલ્મ નેટફ્લિક્સ પર પણ નંબર વન પર ટ્રેન્ડ કરી રહી છે. આ વચ્ચે મેકર્સે એની સીક્વલ ‘ધુરંધર : ધ રિવેન્જ’નું પહેલું ટીઝર પણ ઑનલાઇન રિલીઝ કરી દીધું છે જેને દર્શકો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે. માહિતી મળી છે કે આ સીક્વલ હવે નેટફ્લિક્સને બદલે જિયો હૉટસ્ટાર પર દર્શાવવામાં આવશે.
એક રિપોર્ટ પ્રમાણે ‘ધુરંધર : ધ રિવેન્જ’નું OTT પ્લૅટફૉર્મ બદલાઈ જવાનું કારણ એને માટે ચૂકવવામાં આવેલી રકમ છે. મળતી માહિતી પ્રમાણે નેટફ્લિક્સ ‘ધુરંધર’નો પહેલો ભાગ રિલીઝ થાય એ પહેલાં બન્ને ભાગ એકસાથે ૧૭૫ કરોડ રૂપિયામાં ખરીદવા માગતું હતું. જોકે જિયો સ્ટુડિયોઝે પહેલો ભાગ રિલીઝ થવાની રાહ જોઈ અને માત્ર બીજા ભાગ માટે ૧૫૦ કરોડ રૂપિયાની ખૂબ મોટી ડીલ ફાઇનલ કરી. આ રકમ નેટફ્લિક્સ દ્વારા પહેલો ભાગ ખરીદવા માટે ચૂકવાયેલી ૮૫ કરોડ રૂપિયાની રકમથી લગભગ બમણી છે.
ADVERTISEMENT
‘ધુરંધર : ધ રિવેન્જ’ ૧૯ માર્ચે રિલીઝ થવાની છે અને OTT પર એનું પ્રીમિયર મે મહિનાના બીજા અઠવાડિયામાં જિયો હૉટસ્ટાર પર થવાની સંભાવના છે.
‘ધુરંધર : ધ રિવેન્જ’માં આકર્ષણનું કેન્દ્ર બન્યું અમેરિકન સિંગર ડોજા કૅટનું ગીત

ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’નું ટીઝર હાલમાં રિલીઝ થયું હતું. આ ટીઝરમાં ફૅન્સનું ધ્યાન છેલ્લે વાગતા અમેરિકન સિંગર ડોજા કૅટના ગીત ‘આહ મેન’ તરફ ખેંચાયું છે. ‘ધુરંધર’માં બાહરિનના સિંગર ફ્લિપરાચીનું ગીત સુપરહિટ સાબિત થયું હતું અને હવે ‘ધુરંધર : ધ રિવેન્જ’માં ડોજા કૅટનું સૉન્ગ ઉપયોગમાં લેવાયું છે. ડોજા કૅટ અમેરિકાની જાણીતી સિંગર, સૉન્ગરાઇટર અને રૅપર છે. તેણે માત્ર ૧૬ વર્ષની ઉંમરથી જ મ્યુઝિક બનાવવાનું શરૂ કર્યું હતું. આજે તે વિશ્વભરમાં લોકપ્રિય પૉપસ્ટાર તરીકે ઓળખાય છે. ૨૦૨૩માં તેને ‘ટાઇમ’ મૅગેઝિનની સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સ્થાન મળ્યું હતું. ડોજા કૅટના સોશ્યલ મીડિયાના ફૉલોઅર્સની સંખ્યા ઘણી મોટી છે. તે નિયમિત મ્યુઝિક-ટૂર્સ પણ કરે છે અને ભારતના યંગસ્ટર્સમાં પણ લોકપ્રિય છે.


