ગૌરવે પોતાની પર્સનલ લાઇફ વિશે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં હું એક રિલેશનશિપમાં હતો જેનો અંત સારો નહોતો આવ્યો
ગૌરવ ગેરા
‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’માં ગૌરવ ગેરાએ આલમભાઈનું પાત્ર ભજવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ગૌરવ ગેરાને પ્રથમ વખત ‘જસ્સી જૈસી કોઈ નહીં’થી લોકપ્રિયતા મળી હતી. ગૌરવ અત્યારે બાવન વર્ષનો છે અને તેનો લગ્ન કરવાનો કોઈ ઇરાદો નથી. હવે ગૌરવે પોતે જ પોતાના આ નિર્ણય પાછળનું કારણ જણાવ્યું છે.
ગૌરવે પોતાની પર્સનલ લાઇફ વિશે જણાવ્યું હતું કે ‘ભૂતકાળમાં હું એક રિલેશનશિપમાં હતો જેનો અંત સારો નહોતો આવ્યો. આ વાતનો મારા પર બહુ નકારાત્મક પ્રભાવ પડ્યો છે અને એટલે જ હવે હું લગ્ન નથી કરવા માગતો. એક સમય એવો હતો જ્યારે હું કોઈને ખૂબ પ્રેમ કરતો હતો. હું ખૂબ ઊંડા પ્રેમમાં હતો. હવે હું ક્યારેય એવા સમયગાળામાં પાછો જવા નથી માગતો. હું કોઈને એટલો અધિકાર આપવા નથી માગતો કે તે મને દુખી કરી શકે. મને લાગે છે કે મહિલાઓ ઝડપથી મૂવ ઑન કરે છે પણ મારા માટે આ મુશ્કેલ રહ્યું છે. હવે મારા પર આ વાતની કોઈ અસર નથી પડતી.’
