શનિવાર અને રવિવારે સારો વધારો નોંધાયો છે જેના કારણે ફિલ્મનું કુલ કલેક્શન ઝડપથી વધ્યું છે
ફિલ્મનો સીન
ડિરેક્ટર આદિત્ય ધરની ‘ધુરંધર : ધ રિવેન્જ’ આજે ૧૦૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં એન્ટ્રી લઈ લેશે અને હિન્દી વર્ઝનમાં આ સિદ્ધિ હાંસલ કરનાર પહેલી ફિલ્મ બની જશે. આ ફિલ્મે ત્રીજા વીક-એન્ડમાં પણ જબરદસ્ત પકડ જાળવી રાખી છે. શનિવાર અને રવિવારે સારો વધારો નોંધાયો છે જેના કારણે ફિલ્મનું કુલ કલેક્શન ઝડપથી વધ્યું છે. આ વીક-એન્ડમાં એટલે કે રવિવાર સુધી ફિલ્મના હિન્દી વર્ઝને ભારતમાં ૯૭૪ કરોડ રૂપિયા જેટલી નેટ કમાણી કરી છે. ફિલ્મની સરેરાશ કમાણીના આંકડા જોઈએ તો આ ફિલ્મ ચોક્કસપણે આજે ૧૦૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં એન્ટ્રી લેનાર પહેલી હિન્દી ફિલ્મ બની જશે. એક આંકડા પ્રમાણે ત્રીજા વીક-એન્ડ પછી ‘ધુરંધર : ધ રિવેન્જ’ની વિદેશમાં કમાણી અંદાજે ૩૯૩.૫૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
ભારતીય બૉક્સ-ઑફિસ પર કમાણીની દૃષ્ટિએ ટોચની ૧૦ હિન્દી ફિલ્મો
ADVERTISEMENT
|
૧ |
ધુરંધર : ધ રિવેન્જ (હિન્દી વર્ઝન, ૨૦૨૬) |
૯૭૪ કરોડ રૂપિયા (રવિવાર સુધી) |
|
૨ |
ધુરંધર (૨૦૨૫) |
અંદાજે ૮૯૦ કરોડ રૂપિયા |
|
૩ |
જવાન (૨૦૨૩) |
અંદાજે ૭૬૨ કરોડ રૂપિયા |
|
૪ |
સ્ત્રી 2 (૨૦૨૪) |
અંદાજે ૭૪૦ કરોડ રૂપિયા |
|
૫ |
છાવા (૨૦૨૫) |
અંદાજે ૭૦૮ કરોડ રૂપિયા |
|
૬ |
ઍનિમલ (૨૦૨૩) |
અંદાજે ૬૬૨ કરોડ રૂપિયા |
|
૭ |
પઠાણ (૨૦૨૩) |
અંદાજે ૬૫૪ કરોડ રૂપિયા |
|
૮ |
ગદર 2 (૨૦૨૩) |
અંદાજે ૬૨૫ કરોડ રૂપિયા |
|
૯ |
બાહુબલી 2 : ધ કન્ક્લુઝન (હિન્દી વર્ઝન, ૨૦૧૭) |
અંદાજે ૫૧૧ કરોડ રૂપિયા |
|
૧૦ |
કેજીએફ : ચેપ્ટર 2 (હિન્દી વર્ઝન, ૨૦૨૨) |
અંદાજે ૪૩૫ કરોડ રૂપિયા |
