Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ ફિલ્મ તો ખરેખર ધુરંધર સાબિત થઈ

આ ફિલ્મ તો ખરેખર ધુરંધર સાબિત થઈ

Published : 21 March, 2026 01:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે દિવસમાં ભારતની કમાણી ૨૦૦ કરોડ રૂપિયાને પાર : પહેલા દિવસે ૧૦૨.૫૫ કરોડ રૂપિયા રળીને શાહરુખ ખાનની જવાનને પાછળ છોડી

આ ફિલ્મ તો ખરેખર ધુરંધર સાબિત થઈ

આ ફિલ્મ તો ખરેખર ધુરંધર સાબિત થઈ


‘ધુરંધર : ધ રિવેન્જ’એ પહેલા દિવસની કમાણીના અગાઉના બધા જ રેકૉર્ડ તોડીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આમ તો આ ફિલ્મની કમાણીના જુદા-જુદા સ્રોત તરફથી અલગ-અલગ આંકડા આવી રહ્યા છે, પણ મોટા ભાગના રિપોર્ટ્‌સ એવું કહે છે કે ફિલ્મે પહેલા દિવસે ભારતમાં ૧૦૨.૫૫ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરીને ભુક્કા બોલાવી દીધા છે. એ પહેલાં પેઇડ પ્રિવ્યુમાંથી ૪૩ કરોડ રૂપિયાની કમાણી થઈ હોવાનું કહેવાય છે. પેઇડ પ્રિવ્યુના દિવસને ફિલ્મી વેપારની ભાષામાં ઝીરો ડે કહેવાય છે. ગઈ કાલે બીજા દિવસે આ ફિલ્મનો કમાણીનો આંકડો ૨૦૦ કરોડ રૂપિયાને પાર થઈ ગયો હશે એવી ધારણાઓ મુકાઈ રહી હતી.

જવાનને જોરદાર પછડાટ



પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ અત્યાર સુધી શાહરુખ ખાનની ‘જવાન’ હતી, જેણે ફર્સ્ટ ડે પર ૭૫ કરોડ રૂપિયા આવક કરી હતી. ‘ધુરંધર : ધ રિવેન્જ’ હવે એનાથી આગળ નીકળી ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

21 March, 2026 01:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK