Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિલજિત દોસાંઝના ગૉલ બ્લૅડરમાં છેલ્લાં ૧૧ વર્ષથી છે ૧૨ મિલીમીટરની પથરી

દિલજિત દોસાંઝના ગૉલ બ્લૅડરમાં છેલ્લાં ૧૧ વર્ષથી છે ૧૨ મિલીમીટરની પથરી

Published : 04 July, 2026 05:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિંગર-ઍક્ટર દિલજિત દોસાંઝે હાલમાં ખુલાસો કર્યો છે કે તેને લગભગ ૧૧ વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૫માં ખબર પડી હતી કે તેના ગૉલ બ્લૅડરમાં પથરી છે. દિલજિત દોસાંઝે પોતાની સમસ્યા વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મારા ગૉલ બ્લૅડરમાં ૧૧ કે ૧૨ મિલીમીટરની પથરી છે.

દિલજીત દોસાંઝ

દિલજીત દોસાંઝ


સિંગર-ઍક્ટર દિલજિત દોસાંઝે હાલમાં ખુલાસો કર્યો છે કે તેને લગભગ ૧૧ વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૫માં ખબર પડી હતી કે તેના ગૉલ બ્લૅડરમાં પથરી છે. દિલજિત દોસાંઝે પોતાની સમસ્યા વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મારા ગૉલ બ્લૅડરમાં ૧૧ કે ૧૨ મિલીમીટરની પથરી છે. ૨૦૧૫માં હું ડૉક્ટર પાસે ગયો હતો કારણ કે મારા પેટમાં થોડો દુખાવો થતો હતો. તેમણે મારી તપાસ કરી અને પછી કહ્યું કે મારા ગૉલ બ્લૅડરમાં પથરી છે. ત્યાર બાદ મેં ડૉક્ટરને પૂછ્યું કે હવે શું કરવું? તો તેમણે ઑપરેશનની સલાહ આપી હતી. એ સમયે મારા એક મિત્રએ મને કહ્યું હતું કે જો આના કારણે તને કોઈ તકલીફ નથી થતી તો પછી ઑપરેશન શા માટે કરાવવું? આ પછી ૨૦૧૫થી લઈને ૨૦૨૬ સુધી મેં કોઈ ઑપરેશન કરાવ્યું નથી. મને એનાથી કોઈ સમસ્યા પણ થઈ નથી. મને તો એવું લાગે છે કે કદાચ એ હવે રહી જ નથી, પણ સાવચેતી તરીકે હું મારી સાથે દવા રાખું છું. જોકે હું એનો ઉપયોગ કરતો નથી. મેં આ વિશે મારા પરિવાર કે મિત્રોમાંથી કોઈને પણ જણાવ્યું નહોતું.’


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2026 05:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK