પાંચ મહિનામાં ૧૩,૪૭૪ ફૂડ સૅમ્પલ મળ્યાં, ડિસ્પોઝલ રેટ ૫૬ ટકા રહ્યો
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ એક વર્ષમાં ફૂડ સૅમ્પલના ટેસ્ટિંગમાં ચારગણો મોટો ઉછાળો નોંધાયો હોવાની માહિતી આપવામાં આવી છે. લૅબોરેટરીનાં સાધનોનો બૅચવાઇઝ ઉપયોગ, બે શિફ્ટમાં કામકાજની શરૂઆત, પ્રાથમિકતાને આધારે નમૂનાઓનું વર્ગીકરણ તેમ જ દૂધ, ડેરી પ્રોડક્ટ્સ, જલદી બગડી જતા અન્ય ખાદ્ય પદાર્થો અને પ્રતિબંધિત પદાર્થોની તપાસ પ્રક્રિયા ઝડપી બનાવવા જેવાં સબળ પગલાંઓને કારણે આ સફળતા મળી છે.
FDAના ડેટા મુજબ ચાલુ વર્ષે પહેલી જૂન સુધીમાં લૅબોરેટરીઓને પરીક્ષણ માટે કુલ ૧૩,૪૭૪ ફૂડ સૅમ્પલ મળ્યાં હતાં, જેમાંથી ૭૪૯૪ નમૂનાઓનું સફળતાપૂર્વક વિશ્ળેષણ કરવામાં આવ્યું છે. આમ લૅબોરેટરીઓનો ડિસ્પોઝલ રેટ ૫૬ ટકા નોંધાયો છે. આ પરીક્ષણો બાદ આશરે ૪૦૯૧ નમૂનાઓ હલકી ગુણવત્તાનાં હોવાનું માલૂમ પડ્યું છે.
ADVERTISEMENT
એની સરખામણીએ ૨૦૨૫માં જૂન મહિના સુધીમાં લૅબોરેટરીઓને ૯૪૦૩ ફૂડ સૅમ્પલ મળ્યાં હતાં, પરંતુ એમાંથી માત્ર ૧૬૨૨ નમૂનાઓનું જ પરીક્ષણ થઈ શક્યું હતું જે માત્ર ૧૭ ટકાનો ડિસ્પોઝલ રેટ દર્શાવે છે.
