આ ડૉક્યુમેન્ટરીમાં સલમાન સાથે જોડાયેલી અનેક બાબતો ઉપરાંત તેના બાળપણની કેટલાંક કદી ન જોયાં હોય એવાં વિઝ્યુઅલ્સ અને ફોટો પણ દેખાડવામાં આવશે

સલમાન ખાન
સલમાન ખાનના જીવનમાં ડોકિયું કરતા અપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ ‘બિયૉન્ડ ધ સ્ટાર’ નામની ડૉક્યુમેન્ટરી બનાવી રહ્યું છે. આ ડૉક્યુમેન્ટરીમાં સલમાન સાથે જોડાયેલી અનેક બાબતો ઉપરાંત તેના બાળપણની કેટલાંક કદી ન જોયાં હોય એવાં વિઝ્યુઅલ્સ અને ફોટો પણ દેખાડવામાં આવશે. સલમાનના ફૅન્સને તેના વિશે મનમાં કેટલાક સવાલો હશે, પરંતુ કોને પૂછવું એની જાણ નથી હોતી. એટલે વિશ્વસનીય સૂત્ર પાસેથી તમામ માહિતી એકઠી કરવામાં આવી છે. સલમાન વિશે તેના પરિવારના સદસ્યો જેવા કે સલીમ ખાન, અરબાઝ અને સોહેલ ખાન વાત કરશે. આ સિવાય ભાગ્યશ્રી, દિશા પટણી, સાજિદ નડિયાદવાલા, ડેવિડ ધવન, સૂરજ બડજાત્યા, સંજય લીલા ભણસાલી, સુભાષ ઘઈ અને પ્રભુ દેવા પણ અનેક વાતો પર પ્રકાશ પાડશે. હિમેશ રેશમિયા અને સિંગર કમાલ ખાનની કરીઅર ઘડવામાં સલમાને ખૂબ યોગદાન આપ્યુ છે. તેઓ પણ પોતાના વિચાર આ ડૉક્યુમેન્ટરીમાં માંડવાના છે.