માધુરી દીક્ષિતના પતિ ડૉ. શ્રીરામ માધવ નેને પણ કોઈ સ્ટારથી ઓછા નથી
ડો. નેનેનો પરિવાર
માધુરી દીક્ષિતના પતિ ડૉ. શ્રીરામ માધવ નેને પણ કોઈ સ્ટારથી ઓછા નથી. તેઓ ભલે તેમની પત્નીની જેમ મોટા પડદા કે ટેલિવિઝનની દુનિયામાં સક્રિય ન હોય, પરંતુ સોશ્યલ મીડિયા પર તેમની જબરદસ્ત લોકપ્રિયતા છે. શ્રીરામ નેને તેમની યુટ્યુબ ચૅનલ પર તેમના વ્લૉગમાં સ્વાસ્થ્ય સંબંધી ઘણી મહત્ત્વપૂર્ણ માહિતી શૅર કરે છે. હાલમાં ડૉ. નેનેએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી છે જેમાં પોતાના પરિવારની તસવીરો પોસ્ટ કરતાં કહ્યું છે કે ‘પરિવાર સાથે રેકૉર્ડિંગ કરવાનો અનુભવ હંમેશાં જબરદસ્ત હોય છે. મારી યુટ્યુબ ચૅનલ પર નવો વિડિયો આવી રહ્યો છે... જોતા રહો.’
ડૉ. નેને યુટ્યુબ પર તેમના વ્લૉગમાં આરોગ્ય, તંદુરસ્તી અને ખોરાકને લગતી ઘણી મહત્ત્વપૂર્ણ માહિતી શૅર કરે છે. ડૉક્ટર નેને યુટ્યુબ પર લગભગ ૪,૯૦,૦૦૦ સબસ્ક્રાઇબર્સ ધરાવે છે અને તેમણે ૪૩૬ જેટલા વિડિયો પોસ્ટ કર્યા છે. ડૉક્ટર નેને તેમના ચાહકોને વજન ઘટાડવા, પોતાને ફિટ રાખવા અને બીમારીઓથી બચાવવાની રીતો જણાવે છે.