Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દૃશ્યમ : ધ કન્ક્લુઝન સાબિત થઈ રહી છે લાંબી રેસનો ઘોડો

દૃશ્યમ : ધ કન્ક્લુઝન સાબિત થઈ રહી છે લાંબી રેસનો ઘોડો

Published : 11 October, 2026 01:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મે બીજા શુક્રવારે ૧૫ કરોડની કમાણી સાથે ૩૦૦ કરોડ રૂપિયા તરફ દોટ મૂકી છે

‘દૃશ્યમ : ધ કન્ક્લુઝન’

‘દૃશ્યમ : ધ કન્ક્લુઝન’


‘દૃશ્યમ : ધ કન્ક્લુઝન’એ બીજા સપ્તાહના વીકએન્ડની શરૂઆત જોરદાર કમાણી સાથે કરી છે. ફિલ્મે બીજા શુક્રવારે ૧૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મની ભારતીય બૉક્સ-ઑફિસ પર ટોટલ નેટ ઇન્કમ ૨૫૮.૫૦ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આમ આ ફિલ્મે ૨૫૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે અને હવે એ ઝડપથી ૩૦૦ કરોડ રૂપિયાના આંકડા તરફ આગળ વધી રહી છે. બીજા શુક્રવારે કમાણીમાં થયેલો અસાધારણ વધારો નિર્દેશ કરે છે કે ‘દૃશ્યમ : ધ કન્ક્લુઝન’ લાંબી રેસનો ઘોડો સાબિત થઈ રહી છે.

આ શુક્રવારે કોઈ મોટી ફિલ્મ રજૂ ન થઈ હોવાનો ફાયદો પણ ‘દૃશ્યમ : ધ કન્ક્લુઝન’ને મળ્યો છે. બૉક્સ-ઑફિસ પર અન્ય કોઈ મોટી ફિલ્મની સ્પર્ધા ન હોવાથી એને કમાણી માટે ખુલ્લું મેદાન મળ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2026 01:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK