Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જૅકલિન ફર્નાન્ડિસને સુકેશ ચંદ્રશેખરના ગુનાહિત ઇતિહાસની સંપૂર્ણ જાણ હતી

જૅકલિન ફર્નાન્ડિસને સુકેશ ચંદ્રશેખરના ગુનાહિત ઇતિહાસની સંપૂર્ણ જાણ હતી

Published : 12 May, 2026 10:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ દલીલ કરીને સરકારી સાક્ષી બનવાની ઍક્ટ્રેસની અપીલનો EDએ વિરોધ કર્યો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ગઈ કાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ જૅકલિન ફર્નાન્ડિસની એ અરજીનો વિરોધ કર્યો જેમાં તેણે કથિત ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા ૨૦૦ કરોડ રૂપિયાના મની-લૉન્ડરિંગ કેસમાં સરકારી સાક્ષી બનવાની અપીલ કરી હતી. જૅકલિને ગયા મહિને કોર્ટમાં અરજી દાખલ કરીને એ કેસમાં સરકારી સાક્ષી બનવાની માગણી કરી હતી જેમાં સુકેશ ચંદ્રશેખર મુખ્ય આરોપી છે.

જૅકલિન પર આરોપ છે કે તેણે સુકેશ ચંદ્રશેખર પાસેથી મોંઘી ભેટો સ્વીકારી હતી અને બન્ને વચ્ચે સંબંધો પણ હતા. પટિયાલા હાઉસ કોર્ટના સેશન્સ જજ પ્રશાંત શર્માએ જૅકલિનને EDના વાંધાઓ પર પોતાનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે અને કેસની આગામી સુનાવણી આવતી કાલે રાખી છે.



EDએ કેમ વિરોધ કર્યો?


EDએ અરજીનો વિરોધ કરતાં દલીલ કરી કે જૅકલિનને આ કેસમાં નાની ભાગીદાર માનવી શક્ય નથી, કારણ કે તે ગુના અને કથિત મની-લૉન્ડરિંગ ઑપરેશનમાં સામેલ હતી. એજન્સીના કહેવા મુજબ જૅકલિનને સુકેશ ચંદ્રશેખરના ગુનાહિત ઇતિહાસની જાણ હોવા છતાં તે સતત તેના સંપર્કમાં રહી હતી. EDએ કહ્યું કે તેને સાક્ષીનો દરજ્જો આપવો ન્યાયની વિરુદ્ધ ગણાશે અને ગુનાની ગંભીરતાને ઓછી ગણાવશે.

EDએ કહ્યું કે ‘અભિનેત્રી જૅકલિન ફર્નાન્ડિસને સુકેશ ચંદ્રશેખરના ગુનાહિત ઇતિહાસની સંપૂર્ણ જાણ હતી. તેની સાચી ઓળખ અને બધી માહિતી હોવા છતાં તેણે સુકેશ સાથે સંબંધ જાળવવાનું અને લાભ લેવાનું પસંદ કર્યું. જૅકલિનનો પોતે ‘પીડિત’ હોવાનો દાવો સ્વાર્થપૂર્ણ છે અને ઉપલબ્ધ પુરાવાઓથી અલગ છે. જૅકલિને તપાસ દરમ્યાન સંપૂર્ણ સહકાર પણ આપ્યો નહોતો.’


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2026 10:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK