ફિલ્મના આગામી પ્રકરણની જાહેરાત કરતાં ફિલ્મમેકરોએ લખ્યું હતું કે ‘ધ વન કી કહાની અભી બાકી હૈ.’ આ સંદેશ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રહસ્યમય જંગલની કહાની હજુ પૂરી થઈ નથી. જોકે આ સીક્વલમાં સિદ્ધાર્થ અને તમન્ના હશે કે નહીં એની સ્પષ્ટતા કરવામાં નથી.
ધ વન : ફોર્સ ઑફ ધ ફૉરેસ્ટની સીક્વલનું પોસ્ટર
છઠપૂજાના અવસરે એકતા કપૂરે તેની સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ ‘ધ વન: ફોર્સ ઑફ ધ ફૉરેસ્ટ’ની સીક્વલ ‘ધ વન 2’ની જાહેરાત કરી છે. જોકે આ વખતે સીક્વલમાં ફિલ્મમેકરોનો ઇરાદો માત્ર પહેલી ફિલ્મની વાર્તાને આગળ વધારવાનો નથી. તેઓ ‘ધ વન’ને એક વિશાળ યુનિવર્સ તરીકે વિકસાવવા માગે છે જેમાં ભારતીય લોકકથાઓ અને પૌરાણિક કથાઓમાંથી પ્રેરિત વધુ પાત્રો અને વાર્તાઓ જોવા મળશે.
ફિલ્મની વાર્તામાં બિહાર અને છઠપૂજાનું મહત્ત્વનું જોડાણ હોવાથી એની જાહેરાત માટે છઠપૂજાનો અવસર યોગ્ય માનવામાં આવ્યો હતો. આ સાથે ફિલ્મમેકરોએ એક ટીઝર પણ રિલીઝ કર્યું છે, જેમાં એક નાની છોકરી પતંગિયાની પાછળ જંગલમાં જતી જોવા મળે છે. ફિલ્મના આગામી પ્રકરણની જાહેરાત કરતાં ફિલ્મમેકરોએ લખ્યું હતું કે ‘ધ વન કી કહાની અભી બાકી હૈ.’ આ સંદેશ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રહસ્યમય જંગલની કહાની હજુ પૂરી થઈ નથી. જોકે આ સીક્વલમાં સિદ્ધાર્થ અને તમન્ના હશે કે નહીં એની સ્પષ્ટતા કરવામાં નથી આવી.
