એકતાએ સોશ્યલ મીડિયા પર આ ફિલ્મનો ટીઝર-વિડિયો શૅર કર્યો છે એ ચર્ચામાં છે
એકતા કપૂર
ફિલ્મમેકર એકતા કપૂરે પોતાની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની સીક્વલનું સત્તાવાર એલાન કરી દીધું છે. નવી ફિલ્મનું નામ ‘ધ ટેરર રિપોર્ટ’ રાખવામાં આવ્યું છે. એકતાએ સોશ્યલ મીડિયા પર આ ફિલ્મનો ટીઝર-વિડિયો શૅર કર્યો છે એ ચર્ચામાં છે.
આ ટીઝર-વિડિયોની શરૂઆત ‘ધ સાબરમતી રિપોર્ટ’નાં કેટલાંક દૃશ્યો સાથે થાય છે. આ વિડિયોમાં જણાવવામાં આવ્યું છે કે આ ફિલ્મ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)ની કહાની પર આધારિત હશે, જેમાં ૧૯૯૮થી લઈને ૨૦૨૫ સુધીની ઘટનાઓને રજૂ કરવામાં આવશે. ટીઝરમાં લખવામાં આવ્યું છે કે ‘એક રિપોર્ટે દેશને હચમચાવી દીધો હતો, હવે આવનારો રિપોર્ટ દુનિયાને હચમચાવી દેશે. નિર્દોષોના લોહીના દરેક ટીપાએ એક અધ્યાય લખ્યો છે.’
ADVERTISEMENT
એકતા કપૂરે ટીઝર સાથે કૅપ્શન લખી છે કે ‘PoKથી લઈને ઑપરેશન સિંદૂર સુધી સત્ય તમારી કલ્પના કરતાં ઘણું મોટું છે. આ વખતે એ વધુ જોરદાર, નિર્ભય અને પ્રભાવશાળી હશે. ‘ધ ટેરર રિપોર્ટ’ની શરૂઆત થઈ ગઈ છે.’
‘ધ સાબરમતી રિપોર્ટ’ને સારી સફળતા મળી હતી અને એમાં ગોધરાકાંડ પર આધારિત કથાવસ્તુ દર્શાવવામાં આવી હતી. હવે મેકર્સને ‘ધ ટેરર રિપોર્ટ’ પાસેથી પણ મોટી અપેક્ષાઓ છે. નવી ફિલ્મમાં કાશ્મીર અને આતંકવાદના મુદ્દાઓને કેન્દ્રમાં રાખવામાં આવશે એવી શક્યતા છે.
