Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Entertainment Updates: ભૂમિ પેડણેકરે કરી દલાઈ લામા સાથે ખાસ મુલાકાત

Entertainment Updates: ભૂમિ પેડણેકરે કરી દલાઈ લામા સાથે ખાસ મુલાકાત

Published : 19 May, 2026 09:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Entertainment Updates: ડિઝાઇનર સાડી અને વન-શોલ્ડર ગાઉન પહેરીને કાનમાં છવાઈ ડાયના પેન્ટી; વીર પહારિયાને મળ્યો ઍક્શન ફિલ્મમાં હીરો બનવાનો ચાન્સ અને વધુ સમાચાર

દલાઈ લામા સાથે ખાસ મુલાકાત કરી ભૂમિ પેડણેકરે

દલાઈ લામા સાથે ખાસ મુલાકાત કરી ભૂમિ પેડણેકરે


ભૂમિ પેડણેકરે તાજેતરમાં તિબેટના સર્વોચ્ચ ધર્મગુરુ દલાઈ લામા સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ ભૂમિએ સોશ્યલ મીડિયા પર એક ઇમોશનલ પોસ્ટ શૅર કરીને આ મુલાકાતને ખૂબ જ ખાસ અને યાદગાર ગણાવી છે. ભૂમિએ સોશ્યલ મીડિયા પર દલાઈ લામા સાથેની અનેક તસવીરો શૅર કરીને લખ્યું હતું કે ‘દલાઈ લામાની આસપાસ બધું જ હળવું, શાંત અને અલૌકિક લાગતું હતું. આ એવો અનુભવ છે જેને હું શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી, માત્ર અનુભવી શકું છું. આ શાંતિ, કૃપા અને કરુણાની પળ ખરેખર સૌભાગ્ય સમાન છે. હું આ યાદોને હંમેશાં મારા દિલમાં સાચવી રાખીશ.’

ડિઝાઇનર સાડી અને વન-શોલ્ડર ગાઉન પહેરીને કાનમાં છવાઈ ડાયના પેન્ટી




ઍક્ટ્રેસ ડાયના પેન્ટી હાલમાં ચાલી રહેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં એક ઇવેન્ટમાં ડિઝાઇનર સાડીમાં અને બીજી ઇવેન્ટમાં વન-શોલ્ડર ગાઉનમાં જોવા મળી હતી. આ ગાઉનમાં ડાર્ક લાલ, સ્કાર્લેટ અને બ્લૅક રંગના એન્જિનિયર્ડ ઇકત વણાટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગાઉનની ખાસિયત એની ચમક હતી જે પ્રકાશ પડતાં મેટલિક ઇલ્યુઝન સર્જતી હતી. ડાયનાના આ લુકમાં થાઇ-હાઈ સ્લિટે ગ્લૅમરસ ટચ ઉમેર્યો હતો.

હૅપી બર્થ-ડે ટુ મી


રવિવારે નુશરત ભરૂચાની ૪૧મી વર્ષગાંઠ હતી અને એ નિમિત્તે તેણે હાઉસપાર્ટી રાખીને દોસ્તો સાથે ધમાલ કરી હતી. આ પાર્ટીની તસવીરો નુશરતે સોશ્યલ મીડિયા પર શૅર કરી છે જેમાં તેની સાથે જૅકલિન ફર્નાન્ડિસ, મૃણાલ ઠાકુર તથા જૅકી ભગનાણી અને રકુલ પ્રીત સિંહ જોવા મળે છે. નુશરતે જે તસવીરો શૅર કરી એની સાથે લખ્યું : ઇન ફોટોઝ મેં એક લડકી કી ઝલક દિખેગી... બસ ઉસ લડકી, વો જૈસી હૈ વૈસી રખને કી કોશિશ કરતી હૂં... હૅપી બર્થ-ડે ટુ મી.

બે સુંદરીઓ

રવિવારે મુંબઈમાં ‘કૉકટેલ 2’નું ગીત લૉન્ચ કરવાની ઇવેન્ટમાં આ ફિલ્મની હિરોઇનો રશ્મિકા મંદાના અને ક્રિતી સૅનન. શાહિદ કપૂરને હીરો તરીકે ચમકાવતી આ ફિલ્મ ૧૯ જૂને રિલીઝ થવાની છે. આ ફિલ્મ ૨૦૧૨માં આવેલી ‘કૉકટેલ’ની ​સીકવલ છે. ‘કૉકટેલ’માં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટી મુખ્ય ભૂમિકામાં હતાં.

પૈચાન કૌન?

૨૦૦૩માં રિલીઝ થયેલી સલમાન ખાનની ‘તેરે નામ’માં નિર્ઝરાનું પાત્ર ભજવીને સારી એવી લોકપ્રિયતા મેળવનાર ભૂમિકા ચાવલા હાલમાં મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળી હતી. આ ફિલ્મની રિલીઝને બે દાયકા કરતાં વધારે સમય થઈ ગયો છે અને આટલા સમયમાં ભૂમિકાનો લુક સાવ બદલાઈ ગયો છે. ભૂમિકા નો-મેકઅપ લુકમાં હતી જેના કારણે મોટા ભાગના ફૅન્સ તેને ઓળખી શક્યા નહોતા.

ચિરંજીવી ૭૦ વર્ષની ઉંમરે પણ ફિલ્મ માટે જિમમાં પાડી રહ્યો છે પરસેવો

સાઉથનો સુપરસ્ટાર ચિરંજીવી ૭૦ વર્ષની ઉંમરમાં પણ જિમમાં ભારે મહેનત કરતો જોવા મળી રહ્યો છે. હકીકતમાં ચિરંજીવીએ પોતાની આગામી ફિલ્મ માટે તૈયારી શરૂ કરી દીધી છે અને તેનો એક વિડિયો પણ શૅર કર્યો છે. આ ફિલ્મ ચિરંજીવીની ૧૫૮મી ફિલ્મ હશે. સોશ્યલ મીડિયા પર શૅર કરાયેલા વિડિયોમાં ચિરંજીવી જિમમાં કસરત અને ભારે વર્કઆઉટ કરતો જોવા મળે છે.

વીર પહારિયાને મળ્યો ઍક્શન ફિલ્મમાં હીરો બનવાનો ચાન્સ

વીર પહારિયા ગયા વર્ષે ‘સ્કાય ફોર્સ’માં જોવા મળ્યો હતો અને હવે તેને ફરી એક વખત ઍક્શન ફિલ્મમાં હીરો બનવાનો ચાન્સ મળ્યો છે. મળતી માહિતી પ્રમાણે વીર ઍક્શન-થ્રિલર ફિલ્મ ‘બેનામ’માં લીડ રોલમાં જોવા મળશે. આ પ્રોજેક્ટમાં ફિલ્મમેકર મહેશ ભટ્ટ પ્રેઝન્ટર તરીકે જોડાયા છે જેના કારણે ફિલ્મને મજબૂત ક્રીએટિવ સપોર્ટ મળ્યો છે. વીર આ ફિલ્મમાં પહેલી વાર રફ ઍન્ટી-હીરોના પાત્રમાં જોવા મળશે તેમ જ આ પાત્ર તેની અત્યાર સુધીની સ્ક્રીન ઇમેજથી સંપૂર્ણપણે અલગ હશે.

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2026 09:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK