દિલજિત દોસાંઝની ‘સતલજ’ આ વર્ષની સૌથી વધુ વિવાદાસ્પદ ફિલ્મોમાંની એક બની ગઈ છે.
દિલજિત દોસાંઝ
દિલજિત દોસાંઝની ‘સતલજ’ આ વર્ષની સૌથી વધુ વિવાદાસ્પદ ફિલ્મોમાંની એક બની ગઈ છે. વર્ષો સુધી વિવિધ કારણોસર અટવાયેલી આ ફિલ્મ આખરે ત્રણ જુલાઈએ OTT પ્લૅટફૉર્મ ઝી5 પર રિલીઝ થઈ હતી. જોકે રિલીઝના માત્ર બે દિવસ બાદ એટલે કે પાંચમી જુલાઈએ ફિલ્મને પ્લૅટફૉર્મ પરથી હટાવી દેવામાં આવી હતી. શરૂઆતમાં ફિલ્મ માત્ર ભારતમાં જ ઝી5 પરથી હટાવવામાં આવી હતી, પણ હવે આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઝી5 પરથી દૂર કરી દેવામાં આવી છે જેના કારણે હવે ‘સતલજ’ વિદેશમાં પણ OTT પ્લૅટફૉર્મ ઝી5 પર જોવા નહીં મળે. આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે ઝી5 પરથી હટાવવાના કારણ અંગે ઝી5 અથવા ફિલ્મના નિર્માતાઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
બાંદરામાં ૨.૮૮ કરોડમાં ખરીદેલો ફ્લૅટ ૩.૫૦ કરોડ રૂપિયામાં વેચ્યો સલમાને
ADVERTISEMENT
સલમાન ખાન ૧૯૭૪થી બાંદરામાં આવેલા ગૅલૅક્સી અપાર્ટમેન્ટ્સમાં પોતાના પરિવાર સાથે રહે છે. જોકે આમ છતાં તેણે બાંદરા-વેસ્ટમાં આવેલી રહેણાક ઇમારત શિવ અસ્થાન હાઇટ્સમાં એક ફ્લૅટ ખરીદ્યો હતો જે હવે વેચી દીધો છે. પ્રૉપર્ટી રજિસ્ટ્રેશન દસ્તાવેજો મુજબ સલમાને આ ફ્લૅટ ૨૦૧૫માં ૨.૮૮ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને હવે ૩.૫૦ કરોડ રૂપિયામાં વેચ્યો છે. નોંધાયેલા દસ્તાવેજો પ્રમાણે ફ્લૅટનો કાર્પેટ એરિયા ૭૫૮ સ્ક્વેર ફુટ છે.
