Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Entertainment Updates: વંદે ભારત એક્સપ્રેસમાં પ્રવાસ કરીને પ્રભાવિત થઈ રવીના ટંડન

Entertainment Updates: વંદે ભારત એક્સપ્રેસમાં પ્રવાસ કરીને પ્રભાવિત થઈ રવીના ટંડન

Published : 10 June, 2026 10:31 AM | Modified : 10 June, 2026 10:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આધુનિક રેલવેસેવાની પ્રશંસા કરતાં રવીનાએ આ અનુભવને આનંદદાયક અને પ્રેરણાદાયક ગણાવ્યો હતો.

રવીના ટંડન

રવીના ટંડન


રવીના ટંડન હાલમાં તેના પ્રવાસના અનુભવ પછી ભારતના ઝડપથી આધુનિક બની રહેલા રેલવે-નેટવર્કથી પ્રભાવિત થઈ છે. રવીનાએ વંદે ભારત એક્સપ્રેસમાં કરેલી મુસાફરીનો અનુભવ ફૅન્સ સાથે શૅર કર્યો અને એને ગૌરવપૂર્ણ ‘મેક ઇન ઇન્ડિયા’ ક્ષણ ગણાવી.પોતાના પ્રવાસની તસવીરો શૅર કરીને રવીનાએ લખ્યું હતું કે ‘આખો દિવસ કામથી ભરેલો રહ્યો. હનુમાન ચાલીસા મોડ ઑન. વહેલી સવારની શરૂઆત અદ્ભુત રહી. આપણી વંદે ભારત ટ્રેન્સ પર ખૂબ ગર્વ છે અને મેક ઇન ઇન્ડિયા અનુભવને જીવી રહી છું. ખરેખર શાનદાર.’ આધુનિક રેલવેસેવાની પ્રશંસા કરતાં રવીનાએ આ અનુભવને આનંદદાયક અને પ્રેરણાદાયક ગણાવ્યો હતો. તેણે પોતાની પોસ્ટમાં કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, રેલવેમંત્રાલય અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટૅગ કરીને દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થઈ રહેલી પ્રગતિ માટે પ્રશંસા વ્યક્ત કરી હતી.

મમ્મી બન્યા પછી કૅટરિના કૈફ કરશે OTT પર ડેબ્યુ



મમ્મી બન્યા પછી કૅટરિના કૈફ ટૂંક સમયમાં પોતાની કરીઅરમાં એક નવો અધ્યાય શરૂ કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે ગયા વર્ષે નવેમ્બરમાં દીકરા વિહાન કૌશલના જન્મ પછી હવે કૅટરિના કમબૅકની તૈયારીમાં છે. મળતી માહિતી પ્રમાણે કૅટરિના એક મોટા OTT પ્રોજેક્ટ સાથે ડિજિટkatrલ પ્લૅટફૉર્મ પર ડેબ્યુ કરી શકે છે. જોકે આ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઇન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા છે કૅટરિના હવે એવા પ્રોજેક્ટ્સ પસંદ કરવા માગે છે જેમાં મજબૂત કન્ટેન્ટ અને અલગ પ્રકારનાં પાત્રો હોય. 


નવા ઘરની બાલ્કનીમાં ખુશખુશાલ દેખાયાં દીપવીર, સ્પષ્ટ દેખાયું બેબી-બમ્પ


ફૅન્સમાં દીપવીર તરીકે ઓળખાતાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બીજી વખત માતા-પિતા બનવાનાં છે. રણવીર અને દીપિકા નવા ઘરમાં શિફ્ટ થવાનું પ્લાનિંગ પણ કરી રહ્યાં છે. હાલમાં રણવીર અને દીપિકા પોતાના નવા ઘરની મુલાકાત લેવા પહોંચ્યાં હતાં ત્યારે દીપિકાનું બેબી-બમ્પ સ્પષ્ટ જોવા મળ્યું હતું. રણવીર અને દીપિકાની વાઇરલ થયેલી આ પોસ્ટમાં તેઓ પોતાના નવા ઘરની બાલ્કનીમાં ઊભાં જોવા મળે છે. દીપિકાએ સફેદ રંગનું શર્ટ અને પૅન્ટ પહેર્યું છે અને આ આઉટફિટમાં તેનું બેબી-બમ્પ સ્પષ્ટપણે નજરે પડતું હતું. આ સમયે દીપિકાના ચહેરા પર પ્રેગ્નન્સીનો ગ્લો પણ સાફ દેખાઈ રહ્યો હતો અને રણવીર પત્ની દીપિકાને ઘર બતાવતી વખતે ખૂબ જ ઉત્સાહિત જણાઈ રહ્યો હતો.

મૈં વાપસ આઉંગાના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં છવાઈ ગયા ૭૫ વર્ષના નસીરુદ્દીન શાહ

ઇમ્તિયાઝ અલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી રોમૅન્ટિક-ડ્રામા ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’ ૧૨ જૂને થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલાં સોમવારે અંધેરી-વેસ્ટ ખાતે આવેલા સિનેપૉલિસમાં ફિલ્મના ખાસ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ સ્ક્રીનિંગમાં નસીરુદ્દીન શાહ પત્ની રત્ના પાઠક સાથે હાજર રહ્યા હતા. ફંક્શનમાં ૭૫ વર્ષની ઉંમરે પણ નસીરુદ્દીન શાહ ખૂબ ઍક્ટિવ અને ઊર્જાવાન દેખાયા હતા અને તેમણે કૅમેરા સામે દિલ ખોલીને પોઝ આપ્યા હતા. આ દરમ્યાન નસીરુદ્દીન અને રત્ના સાથે તેમનો દીકરો વિવાન શાહ પણ જોવા મળ્યો હતો. આ સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં સુનિધિ ચૌહાણ, મેધા શંકર તેમ જ બીજા સ્ટાર્સે પણ હાજરી આપી હતી, પરંતુ નસીરુદ્દીન શાહ પોતાની સ્ટાઇલથી છવાઈ ગયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

10 June, 2026 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK