Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Entertainment Updates: સાન્યા મલ્હોત્રાએ મુંબઈમાં ખરીદ્યું તેનું સપનાનું ઘર

Entertainment Updates: સાન્યા મલ્હોત્રાએ મુંબઈમાં ખરીદ્યું તેનું સપનાનું ઘર

Published : 16 March, 2026 09:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Entertainment Updates: સરકાર 4માં અમિતાભ બચ્ચન સાથે અભિષેક બચ્ચન કન્ફર્મ; પતિદેવ સાથે વેકેશન માણવા પરિણીતિ પહોંચી ગઈ થાઇલૅન્ડ અને વધુ સમાચાર

ગૃહપ્રવેશના આ પ્રસંગે સાન્યા મલ્હોત્રાના પરિવારજનો ઉપરાંત તેના નજીકના મિત્રો પણ હાજર રહ્યા હતા

ગૃહપ્રવેશના આ પ્રસંગે સાન્યા મલ્હોત્રાના પરિવારજનો ઉપરાંત તેના નજીકના મિત્રો પણ હાજર રહ્યા હતા


સાન્યા મલ્હોત્રાનું વર્ષો જૂનું સપનું હવે પૂર્ણ થયું છે અને તેણે મુંબઈમાં પોતાનું નવું ઘર ખરીદ્યું છે. વર્ષોની મહેનત પછી લીધેલા આ ઘરે તેણે તાજેતરમાં ગૃહપ્રવેશ પૂજા પણ કરી છે અને એની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. ગૃહપ્રવેશના આ પ્રસંગે સાન્યાના પરિવારજનો ઉપરાંત તેના નજીકના મિત્રો પણ હાજર રહ્યા હતા. સૌએ સાથે મળીને આ ખુશીની પળો સેલિબ્રેટ કરી. 
સાન્યાએ સોશ્યલ મીડિયા પર તસવીરો શૅર કરતાં એક ભાવુક નોંધ પણ લખી છે. તેણે લખ્યું, ‘હર હર મહાદેવ. વર્ષો સુધી મેં સપનું જોયું, મહેનત કરી, શીખ્યું અને આગળ વધતી રહી. આ ઘરની દરેક દીવાલ મને યાદ અપાવશે કે ધીરજ અને વિશ્વાસનું પરિણામ કેટલું સુંદર હોઈ શકે. મારા પરિવાર અને મિત્રોનો વિશ્વાસ હંમેશાં મારી સૌથી મોટી શક્તિ રહ્યો છે. આ માત્ર ઘર નથી, પરંતુ મારી સફરનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. મારા ઘરમાં તમારું સ્વાગત છે.’

સરકાર 4માં અમિતાભ બચ્ચન સાથે અભિષેક બચ્ચન કન્ફર્મ




ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ તાજેતરમાં ‘સરકાર 4’ની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે ફિલ્મનું શૂટિંગ આવતા મહિને શરૂ થવાની શક્યતા છે. હવે ફિલ્મના કાસ્ટ વિશે પણ તેણે મોટો ખુલાસો કર્યો છે. ‘સરકાર 4’ના પ્લાનિંગ વિશે વાત કરતાં રામ ગોપાલ વર્માએ કહ્યું હતું કે ‘મારી ‘સરકાર 4’ની સ્ક્રિપ્ટ પરનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન બન્ને મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. હું આ ફિલ્મને લગભગ એક વર્ષમાં પૂર્ણ કરવા માગું છું. એ પછી હું મારો આગામી પ્રોજેક્ટ ‘સિન્ડિકેટ’ પર કામ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છું.’

હૅપી બર્થ-ડે ફેવરિટ ગર્લ... યુ આર ગોલ્ડ : કરીના કપૂરે ભાભી આલિયાને આ પ્રેમાળ શબ્દો કહીને જન્મદિનની શુભેચ્છા આપી


આલિયા ભટ્ટની ગઈ કાલે ૩૩મી વર્ષગાંઠ હતી. એ દિવસે કરીનાએ કઝિન ભાભી આલિયાને પ્રેમભર્યો શુભેચ્છા-સંદેશ પાઠવ્યો હતો. કરીનાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને આલિયાને પોતાની ‘ફેવરિટ ગર્લ’ કહીને શુભેચ્છા આપી હતી. કરીનાએ સોશ્યલ મીડિયા પર આલિયા સાથેની એક સુંદર તસવીર શૅર કરીને લખ્યું હતું, ‘હૅપી બર્થ-ડે ફેવરિટ ગર્લ... યુ આર ગોલ્ડ... લવ યુ લૉટ્સ.’

પતિદેવ સાથે વેકેશન માણવા પરિણીતિ પહોંચી ગઈ થાઇલૅન્ડ

પરિણીતિ ચોપડા હાલમાં પતિ રાઘવ ચઢ્ઢા અને પરિવાર સાથે થાઇલૅન્ડમાં વેકેશનનો આનંદ માણી રહી છે. તાજેતરમાં પરિણીતિ અને રાઘવને પોતાના વેકેશનની કેટલીક ખાસ તસવીરો ફૅન્સ સાથે શૅર કરી છે. આ તસવીરમાં બન્ને એકબીજા સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરી રહ્યાં છે અને તેમના ચહેરા પર સાથે હોવાનો આનંદ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે.

ઍક્ટ્રેસ-કથક ડાન્સર પ્રાચી શાહ પંડ્યાની ટીનેજર દીકરીને જોઈ?

તસવીર : આશિષ રાજે

ગઈ કાલે ઍક્ટ્રેસ અને કથક-ડાન્સર પ્રાચી શાહ પંડ્યા પોતાની ટીનેજર દીકરી ખિયાના સાથે નૅશનલ સેન્ટર ફૉર ધ પર્ફોર્મિંગ આર્ટ્‌સ (NCPA)ના કૅમ્પસમાં આવેલા જમશેદ ભાભા થિયેટર ખાતે યોજાયેલા નાટ્ય-પ્રદર્શન ‘ટેસેરેક્ટ : ધ જ્યૉમેટ્રી ઑફ ટ્રુથ’ના પ્રીમિયર પ્રસંગે હાજર રહી હતી. આ સમયે ક્લિક થયેલી તસવીરમાં ખિયાના પોતાની મમ્મી કરતાં થોડી ઊંચી દેખાતી હતી.

ટીવી-ઍક્ટ્રેસ કૃતિકા સેંગરે સોશ્યલ મીડિયામાંથી બ્રેક લેવાની જાહેરાત કરી

ટીવી-ઍક્ટ્રેસ કૃતિકા સેંગરે સોશ્યલ મીડિયા પરથી થોડા સમય માટે દૂર રહેવાનો નિર્ણય લીધો છે. આ વાતની જાહેરાત કરીને કૃતિકા થોડો વિરામ લઈને પોતાની જિંદગીમાં ફરી સંતુલન લાવવા માગે છે અને થોડું વધુ ‍ઑફલાઇન જીવન જીવવા માગે છે. કૃતિકાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ શૅર કરીને આ નિર્ણય વિશે જણાવતાં લખ્યું હતું, ‘થોડો બ્રેક લઈ રહી છું; શ્વાસ લેવા, ફરીથી શરૂઆત કરવા અને થોડું વધુ ઑફલાઇન જીવવા માટે. ફરી મળીશું.’ એ પોસ્ટ પછી ચાહકો તેની પાછી આવવાની રાહ જોવાની વાતો સાથે તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે. કૃતિકા સેંગરે ૨૦૧૪માં અભિનેતા નિકિતિન ધીર સાથે લગ્ન કર્યાં હતાં. આ દંપતીને ત્યાં ૨૦૨૨માં દીકરી જન્મી હતી અને એનું નામ દેવિકા ધીર રાખવામાં આવ્યું છે અને હવે કૃતિકા પરિવાર સાથે વધારે સમય ગાળવા માગે છે.

Whatsapp-channel Whatsapp-channel

16 March, 2026 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK