Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સિનિયર સિટિઝનનું અપહરણ કરીને એક ઘરમાં ગોંધી રાખ્યા અને ડ્રગ્સ પીવડાવીને કપડાં ઉતાર્યાં

સિનિયર સિટિઝનનું અપહરણ કરીને એક ઘરમાં ગોંધી રાખ્યા અને ડ્રગ્સ પીવડાવીને કપડાં ઉતાર્યાં

Published : 16 March, 2026 07:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયા પરની ફ્રેન્ડશિપમાં નાગપુરના વડીલે લાખો રૂપિયા ગુમાવ્યા : આરોપીએ તેમના ખાતામાંથી મોટી રકમ તેમ જ ઑનલાઇન ક્વિક લોન દ્વારા મળેલા પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા : રોકડ, મોબાઇલ ફોન, સોનાની ચેઇન અને વીંટી લૂંટી લીધાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોશ્યલ મીડિયા પર ફ્રેન્ડશિપ કરવી કેટલું ખતરનાક હોઈ શકે છે એનું ભયંકર ઉદાહરણ કર્જતમાં સામે આવ્યું છે. નાગપુરના એક સિનિયર સિટિઝનને ફેસબુક દ્વારા કર્જત બોલાવવામાં આવ્યા હતા અને પછી તેમનું અપહરણ કરીને લાખો રૂપિયા પડાવવાની ધમકી આપવામાં આવી હતી. આ કેસમાં કર્જત પોલીસે કાર્યવાહી કરીને એક યુવતીની તેના સાથી સાથે ધરપકડ કરી હતી, જ્યારે ત્રીજો આરોપી ફરાર છે.

ફેસબુક દ્વારા સંપર્ક
પોલીસ આ બનાવ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘એક યુવતીએ ફેસબુક દ્વારા નાગપુરના એક સિનિયર સિટિઝનનો સંપર્ક કર્યો હતો. સામાજિક કાર્યકરના નામે પોતાની ઓળખાણ આપી વિશ્વાસ મેળવીને તેણે કહ્યું કે તે બન્ને આંબેડકર સમુદાયના છે. થોડા દિવસની વાતચીત પછી તેણે સિનિયર સિટિઝનને કર્જતમાં મળવા માટે ફોન કર્યો હતો. ૮ માર્ચે સિનિયર સિટિઝન એક કાર્યક્રમ માટે પુણે આવ્યા ત્યારે યુવતીએ તેમને કર્જત રેલવે-સ્ટેશન પર ઊતરવા કહ્યું હતું. અહીં તેમને કારમાં બેસાડવામાં આવ્યા જ્યાં અન્ય બે આરોપીઓ હાજર હતા. ત્રણેએ મળીને સિનિયર સિટિઝનનું અપહરણ કરીને તેમને એક ઘરમાં ગોંધી રાખ્યા હતા. ત્યાર બાદ ડ્રગ્સ પીવડાવીને કપડાં ઉતાર્યા પછી આરોપીએ તેમના મોબાઇલ દ્વારા ઑનલાઇન લોન લેવા દબાણ કર્યું હતું. પછી આરોપીએ તેમના ખાતામાંથી મોટી રકમ તેમ જ ઑનલાઇન ક્વિક લોન દ્વારા મળેલા પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત આરોપીએ રોકડ, મોબાઇલ ફોન, સોનાની ચેઇન અને વીંટી જેવી કીમતી વસ્તુઓ છીનવીને લગભગ ચારથી પાંચ લાખ રૂપિયાની ઉચાપત કરી હતી.’ ત્યાર બાદ ૧૦ માર્ચે સિનિયર સિટિઝને કર્જત પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. બન્ટી-બબલીની આ જોડીએ ભૂતકાળમાં પણ ઘણા લોકોને આ જ રીતે ફસાવીને છેતરપિંડી કરી હોવાનું જણાવીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2026 07:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK