Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Entertainment Updates: કૉકટેલ 2ને સેન્સર બોર્ડે આપ્યું A સર્ટિફિકેટ

Entertainment Updates: કૉકટેલ 2ને સેન્સર બોર્ડે આપ્યું A સર્ટિફિકેટ

Published : 16 June, 2026 10:13 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Entertainment Updates: રણવીર સિંહે ખરીદી ૬ કરોડ પ્લસની નવી ફેરારી 296 GTB; હવે કાર્તિક આર્યનની હિરોઇન બનશે શર્વરી અને વધુ સમાચાર

શાહિદ કપૂર, ક્રિતી સૅનન અને રશ્મિકા મંદાના અભિનીત ‘કૉકટેલ 2’ ૧૯ જૂને રિલીઝ થવાની છે

શાહિદ કપૂર, ક્રિતી સૅનન અને રશ્મિકા મંદાના અભિનીત ‘કૉકટેલ 2’ ૧૯ જૂને રિલીઝ થવાની છે


શાહિદ કપૂર, ક્રિતી સૅનન અને રશ્મિકા મંદાના અભિનીત ‘કૉકટેલ 2’ ૧૯ જૂને રિલીઝ થવાની છે. આ ફિલ્મની રિલીઝને ગણતરીના દિવસોની જ વાર છે ત્યારે એને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. શાહિદ કપૂરની આ ફિલ્મને સેન્સર બોર્ડે A સર્ટિફિકેટ આપ્યું છે. આ સાથે જ ‘કૉકટેલ 2’ ક્રિતીની ૧૨ વર્ષની કરીઅરની પ્રથમ ઍડલ્ટ-રેટેડ ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મ ૧૫૦ મિનિટ લાંબી હશે. ‘કૉકટેલ 2’ ૨૦૧૨માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કૉકટેલ’ની સીક્વલ છે. ૨૦૧૨માં રિલીઝ થયેલી ‘કૉકટેલ’માં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યાં હતાં અને ડાયનાએ આ જ ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

પતિપ્રેમ હોય તો આવો!




રશ્મિકા મંદાના જાહેરમાં પ્રેમથી પતિ વિજય દેવરકોંડાનો પરસેવો સાફ કરીને મૂછો સરખી કરતી હોવાનો વિડિયો વાઇરલ થયો છે. વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના પ્રેમાળ સંબંધો ફરી એક વખત ફૅન્સનું દિલ જીતી રહ્યાં છે. તેલંગણના એક કાર્યક્રમમાંથી બન્નેનો એક વિડિયો સામે આવ્યો છે જેને જોઈને ચાહકો તેમને ‘મેડ ફૉર ઈચ અધર’ કહી રહ્યા છે. હાલમાં બન્ને સ્ટાર્સ એક સ્કૉલરશિપ પ્રોજેક્ટ અંતર્ગત પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે થુમ્મનપેટ ગામ પહોંચ્યાં હતાં. આ કાર્યક્રમની એક વાઇરલ ક્લિપમાં રશ્મિકા પતિ વિજયના કપાળ પરનો પરસેવો નૅપકિનથી લૂછતી અને તેની મૂછને ઠીક કરતી જોવા મળે છે. એ સમયે વિજય ત્યાં હાજર લોકો સાથે વાતચીત કરી રહ્યો હતો. રશ્મિકાની આ કાળજીભરી હરકતે તરત જ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ચાહકોએ આ ક્ષણને ખૂબ જ પ્રેમાળ ગણાવીને અને બન્ને વચ્ચેના મજબૂત બૉન્ડિંગની પ્રશંસા કરી છે.

રણવીર સિંહે ખરીદી ૬ કરોડ પ્લસની નવી ફેરારી 296 GTB


રણવીર સિંહ તેણે ખરીદેલી નવી લક્ઝરી કારને કારણે ચર્ચામાં આવી ગયો છે. હાલમાં તે મુંબઈની સડકો પર પોતાની નવી ફેરારી ચલાવતો જોવા મળ્યો હતો. રણવીરની આ નવી કારનો વિડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે. રિપોર્ટ પ્રમાણે રણવીરે હાલમાં કાળા રંગની નવી ફેરારી 296 GTB ખરીદી છે. આ કારની કિંમત અંદાજે ૬.૩૬ કરોડ રૂપિયા હોવાની ચર્ચા છે.

ફુટબૉલ ફીવર

ફુટબૉલના વર્લ્ડ કપનો ફીવર ધીમે-ધીમે જામી રહ્યો છે ત્યારે ટાઇગર શ્રોફ પણ રવિવારે મુંબઈમાં ફુટબૉલની એક પ્રૅક્ટિસ મૅચ રમતો જોવા મળ્યો હતો.

હૅપી બર્થડે શ્રી શ્રી: કાર્તિક આર્યને તેની હિરોઇન શ્રીલીલા માટે જન્મદિવસની સ્પેશ્યલ પોસ્ટ શૅર કરી હતી

કાર્તિક આર્યન આ દિવસોમાં પોતાની આગામી લવસ્ટોરી ‘તૂ મેરી ઝિંદગી હૈ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે દક્ષિણ ભારતીય અભિનેત્રી શ્રીલીલા સાથે જોવા મળશે. રવિવારે શ્રીલીલાની પચીસમી વર્ષગાંઠ હતી અને આ ખાસ અવસરે કાર્તિક આર્યને તેના માટે ખાસ પોસ્ટ શૅર કરીને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. બાઇક-રાઇડ જેવી લાગતી એક તસવીર શૅર કરતાં કાર્તિકે સોશ્યલ મીડિયા પર લખ્યું, ‘હૅપી બર્થડે શ્રી શ્રી.’ આ પોસ્ટના જવાબમાં શ્રીલીલાએ જવાબ આપતાં લખ્યું હતું કે ‘થૅન્ક યુ, સ્વીટેસ્ટ.’ કાર્તિકની આ બર્થ-ડે વિશને કારણે તેની અને શ્રીલીલાની નિકટતા ફરી એક વખત ચર્ચાનું કારણ બની છે પણ બન્નેમાંથી કોઈએ તેમની રિલેશનશિપનો જાહેરમાં સ્વીકાર નથી કર્યો.

હવે કાર્તિક આર્યનની હિરોઇન બનશે શર્વરી

શર્વરી વાઘ ૩ જુલાઈએ રિલીઝ થનારી આલિયા ભટ્ટ સાથે ‘આલ્ફા’માં મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ પછી શર્વરી તેની આગામી ફિલ્મમાં કાર્તિક આર્યનની હિરોઇન તરીકે જોવા મળશે. રિપોર્ટ પ્રમાણે લવ રંજન હવે કાર્તિક આર્યન સાથે નવી ફિલ્મ બનાવી રહ્યા છે અને એમાં હિરોઇન તરીકે શર્વરીને સાઇન કરવાનું લગભગ કન્ફર્મ છે. હાલમાં લવ રંજન ફિલ્મની સ્ક્રિપ્ટ લખી રહ્યા છે અને પછી જ કાસ્ટિંગ સંબંધિત સત્તાવાર પ્રક્રિયા આગળ વધશે. નિર્માતાઓનું આયોજન આ વર્ષના ડિસેમ્બરથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો છે.

સુરભિ જ્યોતિ બની ગઈ દીકરીની મમ્મી

ટેલિવિઝન ઍક્ટ્રેસ સુરભિ જ્યોતિ ૩૮ વર્ષની ઉંમરે માતા બની છે. સુરભિએ ૧૩ જૂને એક દીકરીને જન્મ આપ્યો છે. આ ખુશખબર તેણે સોશ્યલ મીડિયા મારફત પોતાના ચાહકો સાથે શૅર કરી છે. સુરભિ જ્યોતિએ ૨૦૨૪માં ઍક્ટર સુમિત સૂરિ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નનાં લગભગ બે વર્ષ બાદ હવે તેઓ એક પુત્રીનાં માતા-પિતા બન્યાં છે. સુરભિ જ્યોતિએ સોશ્યલ મીડિયામાં એક ખાસ પોસ્ટ શૅર કરીને દીકરીના જન્મની જાહેરાત કરી હતી. પોસ્ટ પર લખવામાં આવ્યું હતું ‘ઇટ્સ અ ગર્લ’ અને આ ખાસ પોસ્ટ સાથે સુરભિએ કૅપ્શન લખી કે ‘અમારી દીકરી આવી ગઈ છે. અમારું હૃદય પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરાઈ ગયું છે.’

Whatsapp-channel Whatsapp-channel

16 June, 2026 10:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK