ઘરની બહાર ફૅન્સની ધક્કામુક્કીમાં એક ચાહક બેભાન થઈ ગયો એને પગલે ધમાલ થઈ
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
અમિતાભ બચ્ચન વર્ષોથી દર રવિવારે મુંબઈ સ્થિત પોતાના નિવાસ ‘જલસા’ની બહાર ચાહકોને મળવાની પરંપરા નિભાવી રહ્યા છે. તેમના આ ખાસ ‘સન્ડે દર્શન’ માટે દર અઠવાડિયે મોટી સંખ્યામાં ચાહકો ઊમટી પડે છે. જોકે ગઈ કાલે ભીડ દરમ્યાન એક ચાહક બેભાન થઈ જતાં સમસ્યા સર્જાઈ ગઈ હતી. ગઈ કાલે અમિતાભને જોવા આવેલી ભીડ બેકાબૂ થઈ ગઈ હતી અને આ ભીડની ધક્કામુક્કીમાં એક ચાહક બેભાન થઈને નીચે પડી ગયો હતો. ત્યાર બાદ આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને પાણી આપીને પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ ચાહકોમાં ચિંતા વધારી છે. ઘણા લોકોએ ભીડનિયંત્રણ અને સુરક્ષાવ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવ્યા છે.
