ઍલેક્ઝાન્ડર સ્ટબ ચોથીથી ૭ માર્ચ દરમ્યાન ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા હતા
ફિનલૅન્ડના રાષ્ટ્રપતિ ઍલેક્ઝાન્ડર સ્ટબ
રણવીર સિંહની બહુચર્ચિત ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’નું ટ્રેલર શનિવારે રિલીઝ થયું છે. ડિરેક્ટર આદિત્ય ધરની આ ફિલ્મ ૧૯ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મને લઈને દરેક તરફથી પ્રશંસા મળી રહી છે. ખાસ વાત એ છે કે ફિનલૅન્ડના રાષ્ટ્રપતિ ઍલેક્ઝાન્ડર સ્ટબે પણ રણવીર સિંહની આ ફિલ્મ જોઈ છે અને તેની પ્રશંસા કરી છે. ‘ધુરંધર’ જોયા બાદ હવે તેઓ એની સીક્વલ જોવા માટે ઉત્સુક હોવાનું જણાવ્યું છે.
ઍલેક્ઝાન્ડર સ્ટબ ચોથીથી ૭ માર્ચ દરમ્યાન ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા હતા અને એ દરમ્યાન તેમણે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પણ કરી હતી. એ સમયે મીડિયા સાથેની વાતચીત દરમ્યાન જ્યારે તેમને ‘ધુરંધર’ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે ‘રસપ્રદ વાત એ છે કે ભારત આવતાં પહેલાં મારા પુત્રએ મને ‘ધુરંધર’ જોવા કહ્યું હતું. ત્યાર બાદ મેં આ ફિલ્મ જોઈ. આ ફિલ્મની વાર્તાનો એક ભાગ આતંકવાદ સામેની લડત વિશે છે. મને આવી વાર્તાઓ બહુ ગમે છે અને હું હવે ૧૯ માર્ચે આવનારી સીક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.’
