Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નિર્મલા, તમે એટલાં સુંદર છો કે જ્યારે કામ માગવા માટે બહાર જશો ત્યારે લોકો તમને તાકતા રહેશે

નિર્મલા, તમે એટલાં સુંદર છો કે જ્યારે કામ માગવા માટે બહાર જશો ત્યારે લોકો તમને તાકતા રહેશે

Published : 29 October, 2026 10:57 AM | Modified : 29 October, 2026 11:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પતિના આ શબ્દો સાંભળીને ગોવિંદાની મમ્મીએ માથાના વાળ તેમજ આઇ-બ્રો હટાવી દીધાં અને સાધ્વી બની ગયાં હતાં.

હાલમાં ગોવિંદાએ મમ્મીના સંઘર્ષને યાદ કર્યો હતો.

હાલમાં ગોવિંદાએ મમ્મીના સંઘર્ષને યાદ કર્યો હતો.


ગોવિંદા હંમેશાં તેની મમ્મીની બહુ નજીક રહ્યો છે. ગોવિંદાનાં માતા નિર્મલાદેવી એક સમયે હિન્દી ફિલ્મોનાં ઍક્ટ્રેસ હતાં, પણ તેમણે અભિનયક્ષેત્રમાં પ્રવેશ કર્યાનાં માત્ર ૧૦ વર્ષમાં ફિલ્મઉદ્યોગ છોડી દીધો હતો. તેમણે પોતાના જીવનના એક તબક્કે માથાના વાળ ઉતરાવી લીધા હતા અને પાંચ સંતાનોનો ઉછેર કરવાની સાથે સાધ્વી બની ગયાં હતાં. ગોવિંદાએ સ્વીકાર્યું છે કે તેને મોહમાયાથી દૂર રહેવાનો ગુણ મમ્મી તરફથી વારસામાં મળ્યો છે.

હાલમાં ગોવિંદાએ મમ્મીના સંઘર્ષને યાદ કરતાં કહ્યું હતું કે ‘અભિનેત્રી બન્યા પછી મારાં મમ્મી નિર્મલાદેવીની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે અમારા બંગલામાંથી બધી વસ્તુઓ લઈ લેવામાં આવી હતી. મારા પિતાએ તેમને કહ્યું હતું કે નિર્મલા, તમે એટલાં સુંદર છો કે જ્યારે કામ માગવા માટે બહાર જશો ત્યારે લોકો તમને તાકી રહેશે. પોતાના પતિની આ લાગણીને કારણે મારી બિચારી મમ્મીએ માથાના વાળ કઢાવી નાખ્યા, આઇ-બ્રો હટાવી દીધી અને સાધ્વી બની ગયાં. તેમણે કહ્યું હતું કે મારા માટે જરૂરી છે કે મારાં બાળકો મોટાં થાય, બસ.’જે મમ્મીએ બૉલીવુડની અભિનેત્રી બનવાનાં પોતાનાં સપનાં છોડીને સંન્યાસનો માર્ગ અપનાવ્યો હતો તેમની સાથે રહીને મોટા થયેલા ગોવિંદાને લાગે છે કે મમ્મીના ઉછેરની અસર તેના જીવન પર પણ પડી છે. હાલમાં ગોવિંદા પર પત્ની સુનીતા આહુજાએ બેવફાઈના આક્ષેપો કર્યા છે. ગોવિંદાની આગામી હોમ પ્રોડક્શન ફિલ્મ ‘રૂપા’માં તેની સાથે કામ કરતી તેનાથી ઘણી નાની ઉંમરની ઍક્ટ્રેસ રાની સ્વર્ણકાર સાથે ગોવિંદાના સંબંધો હોવાના આક્ષેપો વચ્ચે ગોવિંદાએ કહ્યું હતું કે ‘આવી સહનશીલ માતાનો પુત્ર હોવાને કારણે કોણ મારા વિશે શું કહે છે એની મને પરવા નથી. હું એ દિશામાં જોવાનું પણ પસંદ કરતો નથી.’


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2026 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK