Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તાતા ગ્રુપ વિશેના રાહુલ ગાંધીના નિવેદન પર નિર્મલા સીતારમણે આપ્યો આકરો જવાબ- બધી જગ્યાએ ભૂત જોવાનું બંધ કરો

તાતા ગ્રુપ વિશેના રાહુલ ગાંધીના નિવેદન પર નિર્મલા સીતારમણે આપ્યો આકરો જવાબ- બધી જગ્યાએ ભૂત જોવાનું બંધ કરો

Published : 29 October, 2026 08:44 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાહુલ ગાંધીએ તાતા ગ્રુપ વિશે આપેલા નિવેદન પર કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આકરો વળતો પ્રહાર કર્યો હતો.

નિર્મલા સીતારમણ

નિર્મલા સીતારમણ


રાહુલ ગાંધીએ તાતા ગ્રુપ વિશે આપેલા નિવેદન પર કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આકરો વળતો પ્રહાર કર્યો હતો. નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે વિપક્ષના નેતાએ દરેક મુદ્દાનું રાજકીયકરણ કરવાનું ટાળવું જોઈએ, કોઈ પણ કાનૂની અને વ્યાવસાયિક બાબતોને ગુનાહિત ગણાવવી એ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.

તેમણે રાહુલ ગાંધી પર દેશના ઉદ્યોગપતિઓને ભડકાવીને અવિશ્વાસનું ઝેર ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. નાણાપ્રધાને યાદ અપાવ્યું હતું કે કૉન્ગ્રેસ પાર્ટીએ દાયકાઓ સુધી લાઇસન્સ ક્વોટા રાજ ચલાવીને ઉદ્યોગપતિઓની ભાવનાને દબાવી રાખી હતી અને કરોડો ભારતીયોને ગરીબીમાં ધકેલી દીધા હતા, જ્યારે વર્તમાન સરકાર દેશના ઉદ્યોગોને રોજગારી અને આર્થિક વિકાસનું મુખ્ય એન્જિન માનીને તેમને સંપૂર્ણ પ્રોત્સાહન આપી રહી છે. સીતારમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કૉન્ગ્રેસના ભૂતપૂર્વ વડા પ્રધાનોએ હંમેશાં કોર્ટ અને ન્યાયતંત્રનું અપમાન જ કર્યું છે. ભારતીય બંધારણ સૌને ન્યાયની ખાતરી આપે છે એમ કહીને નિર્મલા સીતારમણે રાહુલ ગાંધીને દરેક જગ્યાએ ભૂત જોવાનું બંધ કરવાની સલાહ પણ આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2026 08:44 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK