Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમે હિન્દુ છીએ અને અમારા ધર્મમાં તલાક જેવો શબ્દ જ નથી

અમે હિન્દુ છીએ અને અમારા ધર્મમાં તલાક જેવો શબ્દ જ નથી

Published : 26 October, 2026 04:27 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગોવિંદાએ હાલમાં પત્ની વિશે વાત કરતાં કહ્યું હતું કે સુનીતા મારો પહેલો પ્રેમ છે અને હું ક્યારેય તેને જાહેરમાં શરમજનક સ્થિતિમાં મૂકવા નથી માગતો

ગોવિંદા

ગોવિંદા


ગોવિંદા છેલ્લા કેટલાક સમયથી પોતાની ફિલ્મો કરતાં પત્ની સુનીતા આહુજા સાથેના સંબંધોમાં આવતા ઉતાર-ચડાવને કારણે વધુ ચર્ચામાં રહ્યો છે. એક તરફ ગોવિંદાના અફેરની ચર્ચાઓ ચાલી રહી છે તો બીજી તરફ સુનીતાએ કોર્ટમાં દાખલ કરેલી છૂટાછેડાની અરજી પણ પાછી ખેંચી લીધી હતી. સુનીતાએ અનેક વખત જાહેરમાં પોતાના પતિના ચારિય પર આરોપ મૂક્યા છે, પણ ગોવિંદા આ મામલે હંમેશાં મૌન રહ્યો હતો. હવે ૬૨ વર્ષના ગોવિંદાએ કહ્યું છે કે સુનીતા તેનો પહેલો પ્રેમ છે અને તે ક્યારેય તેને જાહેરમાં શરમજનક સ્થિતિમાં મૂકવા માગતો નથી. 
પત્ની સુનીતા આહુજા સાથેના સંબંધ વિશે વાત કરતાં ગોવિંદાએ કહ્યું હતું કે ‘સુનીતા મારો પહેલો પ્રેમ છે. જ્યારે મારી માતાનું અવસાન થયું હતું ત્યારે સુનીતાએ મારી પાસેથી ‘આઝાદી’ માગી હતી, જે મેં સ્વીકારી લીધી હતી. તે પોતાની જિંદગી જે રીતે જીવવા માગે છે એ રીતે જીવી રહી છે. મારા માટે તે મારા પાછા ફરવાનું સ્થાન છે. જ્યાં સુધી તમને એવું ન લાગે કે હવે અહીંથી નીકળી જવું જોઈએ ત્યાં સુધી તમે તે સ્થાન છોડી શકતા નથી. મારું ઘર સુનીતા માટે હંમેશાં ખુલ્લું છે અને હું તેને મારા જ એક ભાગ તરીકે જોઉં છું. અમે હિન્દુ છીએ અને અમારે ત્યાં તલાક જેવો શબ્દ જ નથી એટલે તેની સાથે તલાક લેવાનો તો સવાલ જ ઊભો થતો નથી.’


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2026 04:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK